લાઇફ ઓકે : સાવિત્રીનું સ્થાન લેશે એક બૂંદ ઇશ્ક
મુંબઈ, 23 ઑગસ્ટ : નાના પડદે વધુ એક નવી શ્રેણી એક બૂંદ ઇશ્ક આવી રહી છે. લાઇફ ઓકે ચૅનલ ઉપર આ શ્રેણી શરૂ થશે. એક બૂંદ ઇશ્ક હાલમાં ચાલતી શ્રેણી સાવિત્રીના સ્થાને પ્રસારિત થવાની છે.

મળતી માહિતી મુજબ લાઇફ ઓકે ચૅનલ ઉપર એક બૂંદ ઇશ્ક સીરિયલ આવતા મહીને શરૂ થવાની છે. હાલમાં ચાલતી સીરિયલ જુનૂન : ઐસી નફરત તો કૈસા ઇશ્કનું પ્રસારણ 6ઠી સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહી છે. તે પછી સાવિત્રી શ્રેણીનું પ્રસારણ રાત્રે 9.30 વાગ્યે થશે, જ્યારે એક બૂંદ ઇશ્ક સીરિયલ રાત્રે 8.30 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.
એક અનોખી પ્રણય-કથા પર આધારિત ટેલીવિઝન સીરિયલ એક બૂંદ ઇશ્ક બીબીસી પ્રોડક્શનનું કાર્યક્રમ છે. સીરિયલમાં વિરાફ ફિરોજ પટેલ, છવિ પાન્ડે તથા ગૌરી ટોંકે કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
