બિગ બૉસમાં એન્ટ્રી મારશે સ્પેશિયલ ગેસ્ટ ફરાહ ખાન

લોનાવાલા, 2 જાન્યુઆરી : કલર્સના ટેલીવિઝન શો બિગ બૉસના ઘરે બુધવારે ફરાહ ખાન એન્ટ્રી કરી રહ્યાં છે. તેઓ પણ સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવી રહ્યાં છે. ફરાહ માત્ર ત્યાં મસ્તી જ નથી કરવાનાં, પણ અંદર રહેતાં લોકો માટે એક ખાસ ટાસ્ક પણ લઈને આવી રહ્યાં છે.

Farah Khan

આ માહિતી ફરાહ ખાને ટ્વિટર ઉપર આપી. તેમણે લખ્યું કે તેઓ બિગ બૉસના ઘરે જઈ રહ્યાં છે. તેઓ ત્યાં જઈ અંદર રહેતાં લોકોને એક ખાસ ટાસ્ક આપશે. સાથે થોડીક સદ્બુદ્ધિ પણ આપશે. ફરાહ ખાનના આ ટ્વિટ પર તેમના ફૅન્સ ખુશ છે. આ એવા ફૅન્સ છે કે જેઓ નિયમિત રીતે બિગ બૉસ જુએ છે. એમ જોવા જઇએ તો ફરાહ ખાન બિગ બૉસના ઘરે કોઈ ટીચર કરતાં ઓછા નહીં હશે. ફરાહ જ્યારેય કોઈ પણ ટેલીવિઝન શોએ આવે છે, ત્યાં લેક્ચર જરૂર પિવડાવે છે.

જો ફરાહની બોલવાની અને વાત કરવાની રીતની ચર્ચા કરીએ, તો તેઓ ખૂબ મીઠાં છે, ઘરની અંદર હાજર બાકીના લોકો અંગે તો કહી શકાય કે તેઓ ફરાહની દરેક વાત સાથે સંમત થશે અને ખુશ પણ, પરંતુ ઇમામ સિદ્દીકી અંગે ભરોસો ન કરી શકાય. શક્ય છે કે ફરાહ અને ઇમામ વચ્ચે ઝગડો પણ થઈ જાય અને આખી દુનિયા આ ઝગડો જુએ. આપણે આવું અનુમાન એટલા માટે પણ કરી શકીએ, કારણ કે ઇમામ જ્યારે બિગ બૉસને પ્રેઝેંટ કરનાર સલમાન ખાન સામે બાથ ભીડતા નથી ગભરાતાં, તો ખાસ મહેમાનની શી બિસાત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X