For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિકુ શારદા સામે FIR નોંધાઈ, જાણો આખો મામલો

સોની ટીવીના ખૂબ જ લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા’ માં બચ્ચા યાદવનો રોલ કરીને લોકોના દિલમાં રાજ કરનાર અભિનેતા કિકુ શારદા ખોટા કારણોસર ચર્ચામાં છે

|
Google Oneindia Gujarati News

સોની ટીવીના ખૂબ જ લોકપ્રિય શો 'ધ કપિલ શર્મા' માં બચ્ચા યાદવનો રોલ કરીને લોકોના દિલમાં રાજ કરનાર અભિનેતા કિકુ શારદા ખોટા કારણોસર ચર્ચામાં છે, તેમના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. દિગ્દર્શક નીતિન કુલકર્ણીએ આ આરોપ લગાવ્યો છે, તેમને કીકુ શારદા સહીત કુલ 6 લોકો પર આરોપો નોંધાવ્યા છે, તેમને આરોપ લગાવ્યો છે કે કિકુ શારદા અને અન્ય લોકો મુંબઈ ફેસ્ટ નામના ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ છે અને તેમને 50.70 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.

કિકુ શારદા પર છેતરપિંડીનો આરોપ

કિકુ શારદા પર છેતરપિંડીનો આરોપ

જોકે, કિકુ શારદાએ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે હું ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ નથી, તેમણે કહ્યું કે મેં મુંબઈ ફેસ્ટની ઇવેન્ટમાં ભાગ લીધો હતો પરંતુ હું તેનો સભ્ય નથી, તેમ છતાં મારા પિતા તેના સભ્ય છે છતાં, મારું નામ તેમાં કોઈ કારણ વગર ખેંચવામાં આવી રહ્યું છે, મારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા અને નકામા છે.

કિકુ શારદાએ આરોપોને નકાર્યા

કિકુ શારદાએ આરોપોને નકાર્યા

તમને જણાવી દઈએ કે કિકુ શારદાની ગણતરી ટીવી ઇન્ડસ્ટ્રીના મોસ્ટ એન્ટરટેઇનિંગ લોકોમાં થાય છે, તેમને પોતાની કારકિર્દીની શરૂઆત એક ટીવી સીરિયલ 'હાતિમ' ઘ્વારા કરી હતી અને આ પછી તેણે સીરિયલ "એફઆઈઆર" માં કોન્સ્ટેબલ "મુલાયમ સિંહ ગુલગુલે" ની ભૂમિકા ભજવી હતી. જેના માટે તેને ખૂબ લોકપ્રિયતા મળી. પરંતુ તેની કારકિર્દીમાં તેજી કોમેડી નાઇટ વિથ કપિલ શોથી આવી છે, જેના કારણે તેઓ આજે ઘરે જાણીતા થઇ ગયા છે.

બચ્ચા યાદવ બનીને લોકોનું દિલ જીત્યું

બચ્ચા યાદવ બનીને લોકોનું દિલ જીત્યું

કપિલ શર્માની બીજી સિઝનમાં, તે હાલમાં 'બચ્ચા યાદવ'નું પાત્ર ભજવી રહ્યા છે. તેના જોક્સ આ શોની ટીઆરપી હિટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. કિકુ શારદા ગજાબની એક ડાન્સર છે. તેમનું અસલી નામ રાઘવેન્દ્ર શારદા છે, કિકુ શારદા તેમનું નિક નેમ છે. તેમનો જન્મ 14 ફેબ્રુઆરી 1975 ના રોજ રાજસ્થાનના જોધપુરમાં એક મારવાડી પરિવારમાં થયો હતો. તેણે શિક્ષણ જોધપુરથી લીધું હતું અને ત્યારબાદ કોમર્સમાં ગ્રેજ્યુએશન માટે મુંબઇ આવ્યા હતા. તેમના પિતાના ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે અને માતા ગૃહિણી છે. તેમને પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે અને તે બે બાળકોના પિતા છે. દીપિકા પાદુકોણ તેની પ્રિય અભિનેત્રી છે.

English summary
FIR was registered against Kiku Sharda, know all the matter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X