કપિલ શર્મા નહીં પરંતુ પાગલખાનાથી બહાર આવેલો આ સુપરસ્ટાર કરશે ધમાકો
કપિલ શર્મા નહીં પરંતુ ટીવીના સુપરસ્ટાર કોમેડિયન સિદ્ધાર્થ સાગર ફરી એકવાર નાના પરદે કમબેક કરી રહ્યા છે.
કપિલ શર્મા નહીં પરંતુ ટીવીના સુપરસ્ટાર કોમેડિયન સિદ્ધાર્થ સાગર ફરી એકવાર નાના પરદે કમબેક કરી રહ્યા છે. સિદ્ધાર્થ સાગર હાલમાં જ રિહેબમાં સ્વસ્થ થઈને બહાર આવ્યા છે. સિદ્ધાર્થ સાગરે તેની માતા પર પોતાને પાગલ બનાવવા અને માનસિક તકલીફ આપવાનો આરોપ લગાવ્યો છે.
સિદ્ધાર્થ સાગરે જણાવ્યું કે તેઓ તેની માતાના ખુબ જ નજીક હતા. પરંતુ પછી તેઓ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા. તેને આગળ જણાવ્યું કે તેની સાથે મારપીટ કરવામાં આવતી હતી. તેને એટલે હદ સુધી મારવામાં આવતો હતો કે તેના મોઢામાંથી લોહી નીકળી જતું હતું.
આખરે ફરી એકવાર સિદ્ધાર્થ સાગર નાના પરદે કમબેક કરી રહ્યા છે. સિદ્ધાર્થ સાગર ખુબ જ જલ્દી કોમેડી સર્કસની નવી સીઝનમાં કૃષ્ણા અભિષેક અને ભારતી સાથે જોવા મળશે. સિદ્ધાર્થ સાગરે તેના માટે શૂટિંગ પણ શરૂ કરી દીધી છે.
અહીં એક નજર કરો ટીવીના ટોપ કોમેડિયનની કમાણી વિશે....

કપિલ શર્મા
કપિલ શર્માના એક એપિસોડની કમાણી લગભગ 85 લાખ રૂપિયા હોય છે. જયારે તેમના લાઈવ શૉની કમાણી કરોડોમાં હોય છે.

કૃષ્ણા અભિષેક
કૃષ્ણા અભિષેક એક એપિસોડ માટે લગભગ 40 થી 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

ભારતી સિંહ
ભારતી સિંહ એક એપિસોડ માટે લગભગ 30 થી 35 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

સુનિલ ગ્રોવર
સુનિલ ગ્રોવર એક એપિસોડ માટે 18 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમના શૉની કિંમત 30 થી 50 લાખ રૂપિયા વચ્ચે છે.

સંકેત ભોંસલે
સંકેત ભોંસલે એક એપિસોડ માટે લગભગ 9 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

કિકુ શારદા
કિકુ શારદા એક એપિસોડ માટે 10 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

અલી અસગર
અલી અસગર દરેક કોમેડી શૉ ઘ્વારા 5 થી 10 લાખ જેટલી કમાણી કરે છે.

ચંદન પ્રભાકર
કોમેડી શૉમાં ચંદન પ્રભાકરને એક એપિસોડ માટે 4 થી 6 લાખ રૂપિયા આપવામાં આવે છે.

સુમોના ચકવર્તી
સુમોના ચકવર્તી કોઈ પણ વિવાદ વિના કપિલ શર્મા શૉ સાથે જોડાયેલી છે. તેને દર એપિસોડ માટે 6-7 લાખ રૂપિયા મળે છે.












Click it and Unblock the Notifications
