OMG!!! : બિગ બૉસમાં સોનાલી-ગૌતમનો રોમાંસે હદ ઓળંગી, ‘હમબિસ્તર’ થયાં
મુંબઈ, 21 ઑક્ટોબર : કલર્સના સૌથી લોકપ્રિય રિયલિટી શો બિગ બૉસ 8માં ગૌતમ ગુલાટી અને સોનાલી રાઉતનો રોમાંસ ખીલી ઉઠ્યો છે. બંને એક-બીજામાં રસ લેતા અને સાથે સૂતા દેખાઈ રહ્યા છે. શું બિગ બૉસમાં વધુ એક લવ સ્ટોરીનો આરંભ થયો છે.
દર્શકો વચ્ચે ચર્ચામાં જળવાઈ રહેવા સ્પર્ધકો લડતા-ઝગડતા અને રોમાંસના ઉંડાણ સુધી ઉતરી જાય છે. કંઇક એવુ જ થઈ રહ્યું છે બિગ બૉસ 8માં. અગાઉ સોનાલી અને ઉપેન પટેલની નિકટતાઓ નજરે પડી હતી.
બિગ બૉસ 7માં અરમાન કોહલી અને તનીષા મુખર્જીએ હદો ઓળંગી હતી, તો બિગ બૉસ 8માં સોનાલી રાઉત તનીષા કરતા એક ડગલુ આગળ જણાય છે. સોમવારના એપિસોડમાં સોનાલીએ ખુલ્લેઆમ પ્રણીત સામે ઇકરાર કર્યો કે તેમને ગૌતમ પસંદ છે. તે પછી સોનાલીએ ગૌતમને પોતાની પથારીમાં આવવાનું કહ્યું અને ગૌતમ સાથે સોનાલી મોડી રાત સુધી ચર્ચા કરતા દેખાયાં.
બિગ બૉસના ઘરમાં સુશાંત સોનાલીને કહે છે કે તેઓ ગૌતમ સાથે પોતાની વાત આગળ કેમ નથી વધારતા. જવાબમાં સોનાલી કહે છે - મને લાગે છે કે ગૌતમ શરમાય છે અને પોતાની લાગણીઓનો ઇકરાર નથી કરી શકતાં. સોનાલીના દિલની વાત ગૌતમ સુધી પહોંચાડવામાં પ્રણીત મદદ કરે છે.
પ્રણીત ગૌતમને કહે છે કે આખરે તેઓ કેમ આગળ નથી વધતા, છોકરી પોતે પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરી રહી છે. જવાબમાં ગૌતમ પ્રેમથી કહે છે - સબ્ર કા ફલ મીઠા હોતા હૈ.
ચાલો તસવીરોમાં બતાવીએ ગૌતમ-સોનાલીની ઇંટીમેસી :

બૅડ શૅર
ગૌતમ અને સોનાલી એક જ પથારીમાં સાથે સૂતેલા છે.

સોનાલી-પ્રણીત-ગૌતમ
સોનાલી, પ્રણીત અને ગૌતમ સવારના 3 વાગ્યે વાતચીત કરી રહ્યા છે. સોનાલી ગૌતમને બિગ બૉસના સ્પર્ધક નહીં, પણ એક વ્યક્તિ તરીકે જાણવા અંગે પોતાનો રસ વ્યક્ત કરે છે.

ગૌતમ-સોનાલી
ગૌતમ પણ કહે છે કે તે સોનાલીને પસંદ કરે છે.

પ્રણીત-ગૌતમ
પ્રણીત ગૌતમને જણાવે છે કે સોનાલી તેને પસંદ કરે છે.

ગૌતમ
ગૌતમને સોનાલી તરફથી હિંટ્સ નથી મળતી અને પ્રણીત તેને સમજાવે છે.

બેડમાં
ગૌતમ અને સોનાલી એક જ પથારીમાં ગુફ્તેગૂ કરતા જણાય છે.












Click it and Unblock the Notifications
