કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિને થઈ ગંભીર બિમારી, હોસ્પિટલમાં ભરતી

બિગ બોસ 12 માં ભલે ભારતી સિંહની એન્ટ્રી ના થઈ હોય પરંતુ હાલમાં તે ખરાબ સમાચારના કારણે ચર્ચામાં છે.

બિગ બોસ 12 માં ભલે ભારતી સિંહની એન્ટ્રી ના થઈ હોય પરંતુ હાલમાં તે ખરાબ સમાચારના કારણે ચર્ચામાં છે. સમાચાર એ છે કે કોમેડિયન ક્વીન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ડેંગ્યુ થઈ ગયો છે. હા, બંનેને એક સાથે 22 સપ્ટેમ્બરે ખૂબ જ તાવ આવ્યાની ફરિયાદ હતી. જેના કારણે બંનેને એકસાથે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બ્લડ ટેસ્ટ કરવવામાં આવ્યો તો તેમના પ્લેટલેટ્સમાં ઘટાડો જોવા મળ્યો.

કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી

કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી

ત્યારબાદ ડૉક્ટરોએ તેમને સલાહ આપી કે તે હોસ્પિટલમાં ભરતી થઈ જાય. બંનેને એકસાથે ડેંગ્યુ થઈ ગયો છે. હાલમાં બંને કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી થયા છે. બંને હવે ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે અને સંપૂર્ણપણે સ્વસ્થ થવા સુધી હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બિગ બોસ 12 તો નહિ પરંતુ ભારતી ટૂંક સમયમાં પોતાના પતિ સાથે મળીને એક ટોક શો લોન્ચ કરવા જઈ રહી છે. જ્યાં તે સેલિબ્રિટી ગેસ્ટને મળીને તેની સાથે ચર્ચા કરશે. આ શો જોઈને કપિલ શર્માની યાદ જરૂર આવશે. તમને જણાવી દઈએ કે અમુક એવા સ્ટાર છે જેમણે ગુપચૂપ લગ્ન કરી લીધા છે. આવા એક નહિ 10 સ્ટાર છે. અહીં જુઓ તેમના ફોટા....

અવિનાશ રેકી અને રેસા

અવિનાશ રેકી અને રેસા

અવિનાશ રેકી હાલમાં ‘તૂ સૂરજ મે સાંઝ પિયા જી' માં જોવા મળી રહ્યા છે. અવિનાશ પણ પોતાના કેરિયરની શરૂઆત કરતા પહેલા 29 ડિસેમ્બર 2010 માં લગ્ન કરી ચૂક્યા છે. તેમને એક સુંદર દીકરો પણ છે.

રોહિત ખુરાના અને નેહા

રોહિત ખુરાના અને નેહા

ઉતરન ફેમ રોહિતે પણ લાંબા સમય સુધી પોતાના લગ્ન અને બાળકના સમાચાર છૂપાવીને રાખ્યા હતા.

અંગદ હસીજા અને પ્રણીતા

અંગદ હસીજા અને પ્રણીતા

સપના બાબુલ કા બિદાઈ ફેમ અંગદે ટીવીમાં એન્ટ્રી પહેલા જ 15 સપ્ટેમ્બર 2007 ના દિવસે લગ્ન કરી લીધા હતા. બાદમાં તેનો ખુલાસો કર્યો હતો.

દીપિકા અને રોનક

દીપિકા અને રોનક

સસુરાલ સિમરકા ફેમ દીપિકાએ રોનક સાથે પોતાના લગ્ન ઘણા વર્ષો સુધી છૂપાવીને રાખ્યા. આ વાત ત્યારે સામે આવી જ્યારે તેનું નામ શો ના લીડ શોએબ ઈબ્રાહીમ સાથે જોડાવા લાગ્યુ. બાદમાં દીપિકા અને રોનકના છૂટાછેડા થઈ ગયા.

આદિત્ય અને નતાશા

આદિત્ય અને નતાશા

આદિત્ય અને નતાશાની જોડી ‘ના આના ઈસ દેશ મેરી લાડો' થી બની. આ બંનેએ 2013 માં લગ્ન કર્યા. પરંતુ બંનેના સંબંધોની સમાચાર 2014 માં આવ્યા.

જય ભાનુશાળી અને માહી વિજ

જય ભાનુશાળી અને માહી વિજ

બંનેએ હંમેશા પોતાના લગ્નના સમાચારો પર પડદો પાડેલો રાખ્યો. બાદમાં એક દિવસ પોતાના એક દોસ્તના લગ્નમાં આ વાતનો ઉલ્લેખ કર્યો કે 2011 માં બંનેએ લગ્ન કરી લીધા છે.

પરિધિ શર્મા અને તન્મય સક્સેના

પરિધિ શર્મા અને તન્મય સક્સેના

જોધા અકબરની જોધાએ પોતાના બિગ લોન્ચ પહેલા અમદાવાદમાં તન્મય સક્સેના સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધા હતા.

રજત ટોક્સ અને શ્રૃષ્ટિ નાયર

રજત ટોક્સ અને શ્રૃષ્ટિ નાયર

30 જાન્યુઆરી 2015 ના રોજ એક સિક્રેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતા. આના સમાચાર લોકોને બાદમાં મળ્યા.

કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ

કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ

કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમે ચૂપચાપ લગ્ન કર્યા હતા. આ સંબંધ માત્ર 10 મહિના જ ટકી શક્યો હતો. બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

કૃષ્ણા અને કાશ્મીરા

કૃષ્ણા અને કાશ્મીરા

કૃષ્ણા અને કાશ્મીરાએ વર્ષ 2013 માં ચૂપચાપ ચર્ચમાં લગ્ન કરી લીધા હતા. 2015 માં પોતાના લગ્નનો ખુલાસો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X