કપિલ શર્માના નવા શોની તસવીરો, જુઓ નવો શેટને બધાનો ગેટઅપ

કપિલ શર્માનો નવો શો ધ કપિલ શર્મા શો હવે થોડા જ દિવસમાં ઓનએર થવાનો છે. સોની ચેનલ પર આવનારા આ શોને લઇને દર્શકોમાં તો ઉત્સાહ છે જ સાથે જ કપિલ શર્માની ટીમ પણ આ શોને સફળ બનાવવાનો કોઇ મોકો છોડવાની નથી. વળી આ શોના પહેલા ગેસ્ટ બનશે શાહરૂખ ખાન. અને યો યો હની સિંગ પણ આ પહેલા શોમાં કંઇક કમાલ કરવાના છે.

વળી કિંગ ખાન હાલમાંજ કપિલ સાથે આ શોનો પ્રોમો શૂટ પણ શૂટ કરીને આવ્યા છે. ત્યારે સોની ટીવીએ ટ્વિટર પણ આ શોના કેટલાક નવા ફોટો એડ કર્યા છે. ત્યારે આ નવો સેટ ખૂબ જ ગ્રાન્ડ લાગી રહ્યો છે. અને તેમાં એક નહીં બે ત્રણ ઘર દેખાઇ રહ્યા છે. વળી બધાના ગેટઅપ પણ નવા છે. ત્યારે શું નવું છે કપિલ શર્માના આ શોમાં તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શોનો સેટ

શોનો સેટ

ધ કપિલ શર્મા શોમાં તમને જોવા મળશે આ ગ્રાન્ડ શેટઅપ. જેમાં એક બે નહીં કુલ ત્રણ ઘર, શેરી બધુ જ છે. અને આ સેટ પણ ખુબ જ રોમાચંક લાગે છે.

વિલાયતી મહોલ્લા

વિલાયતી મહોલ્લા

આ શેટમાં દેખાડવામાં આવ્યો છે વિલાયતી મહોલ્લા. હવે કપિલના શોમાં અવારનવાર મોટી હસ્તીઓ આવતી રહેતી હોય છે ત્યારે તે વાતનો નક્કી જ છે કે તેનો મહોલ્લા વિલાયતી જ હશે.

50-50 હોસ્પિટલ

50-50 હોસ્પિટલ

કપિલના શોમાં એક 50-50 હોસ્પિટલ પણ છે અને તેમાં કેવા કેવા દર્દીઓને સાજા કરવામાં આવે છે કે પછી માંદા પાડવામાં આવે છે તે તો હવે જોવું જ રહ્યું.

શાહરૂખ સાથે પ્રોમો

શાહરૂખ સાથે પ્રોમો

વધુમાં કપિલ શર્માના આ શોના પહેલા ગેસ્ટ બનશે શાહરૂખ ખાન. આ શો દ્વારા શાહરૂખ તેમની આવનારી ફિલ્મ રઇઝને પ્રમોટ કરશે. ત્યારે હાલમાં તેના પ્રોમોનું શુટિંગ શાહરૂખ અને કપિલે કર્યું હતું.

ફસ્ટ લૂક

ફસ્ટ લૂક

ત્યારે આ છે શાહરૂખ ખાન અને કપિલ શર્માનું ફસ્ટ લૂક. કપિલના કાર્યક્રમ ધ કપિલ શર્મા શોના પહેલા ગેસ્ટ બનશે શાહરૂખ ખાન.

યો યો હની સિંગ

યો યો હની સિંગ

તો વધારામાં યો યો હની સિંગ પણ કપિલ શર્માના આ શોમાં કંઇક હટકે કરવાના છે. ત્યારે જ તો તે પણ છે આ શુટિંગમાં તેમની સાથે.

દાદી

દાદી

લાગે છે કે આ શોમાં દાદી અને કપિલ દરજી કે કપડા વેચવાનું કોઇ કામ કરવાના છે. અને તે માટે જ તેમનો આવો લૂક છે.

ગુત્થી

ગુત્થી

તો બીજી તરફ ગુત્થી પણ તેના આ નવા લૂકમાં જોવા મળવાની છે. બની શકે કે ગુત્થી હવે મેન્ટલ ડોક્ટરના રૂપમાં જોવા મળે.

પલક

પલક

તો પલકનો પણ કંઇક સ્ટાઇલીશ અંદાજ આ શોમાં જોવા મળી શકે છે. જો કે કલર્સ તેના જૂના તમામ પાત્રો પર કોપી રાઇટ્સ લગાવ્યા છે માટે આ તમામ કેરેક્ટર આ શોમાં તેમનો નવો અંદાજ રજૂ કરશે.

કપિલ શર્મા શો

કપિલ શર્મા શો

તો આ શોમાં આ તમામ આર્ટીસ્ટોનો કંઇક નવો લૂક આવો રહેશે. જો કે તસવીરમાં તો આ તમામ ખૂબ જ સ્ટાઇલીશ લાગી રહ્યા છે.

કપિલ શર્મા

કપિલ શર્મા

ત્યારે તમામ દર્શકો કપિલ શર્માના આ નવા શોની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે સોની પર કપિલ શર્માના આ નવા શો માટે કપિલ શર્માને ઓલ ધ બેસ્ટ!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X