હિન્દી થિયેટરે પુરતી પ્રગતિ નથી કરી : રોહિતાશ

મુંબઈ, 13 જૂન : હિન્દી નાટકોમાં સક્રિય ભાગ લેનાર નેશનલ સ્કૂલ ઑફ ડ્રામ એટલે કે એનએસડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રોહિતાશ ગૌડ કહે છે કે હિન્દી થિયેટરે એટલી પ્રગતિ નથી કરી કે જેટલી ગુજરાતી અને મરાઠી થિયેટરે કરી છે.

rohitashguad

રોહિતાશે એક વાતચીતમાં જણાવ્યું - જ્યાં સુધી હિન્દી થિયેટરની વાત કરીએ, તો અહીં પુરતી પ્રગતિ નથી થઈ. મરાઠી તેમજ ગુજરાતી થિયેટર બહુ સારૂં પ્રદર્શન કરી રહ્યાં છે. જો એનએસડી તેમજ કેટલાક જાણીતા વ્યાવસાયિક થિયેટર જૂથોની વાત છોડી દઇએ, તો નાના થિયેટર જૂથો હજી આર્થિક રીતે પછાત છે અને તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

સબ ટીવી ઉપર આવતી લાપતાગંજથી જાણીતા અને ફિલ્મોમાં પણ અનેક પ્રકારના રોલ કરી ચુકેલા રોહિતાશ ગૌડ કહે છે - અભિનય ક્ષેત્રે એનએસડીમાં લીધેલી તામી બહુ કામ આવી. ટેલીવિઝન ક્ષેત્રે ટેક્નિકલ રીતે બહુ પ્રગતિ કરી છે, પણ કાર્યક્રમ સામગ્રી પહેલા કરતાં નબળી થઈ ગઈ છે.

મોટા પડદાની વાત કરીએ, તો રોહિતાશ ગૌડ ટુંકમાં રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મમાં દેખાશે કે જેમાં આમિર ખાન તેમજ અનુષ્કા શર્મા લીડ રોલમાં છે. રોહિતાશે જણાવ્યું - મેં પીકેમાં એક નાનકડી ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં એક હાસ્ય દૃશ્ય છે કે જેનો હું ભાગ છું. રોહિતાશ અગાઉ અજય દેવગણ અભિનીત અતિથિ તુમ કબ જાઓગે ફિલ્મમાં પણ દેખાયા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X