કેબીસીની યજમાની કરતાં આજેય ગભરાય છે બિગ બી

મુંબઈ, 30 ઑગસ્ટ : મહાનાયક અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી ગેમ શોની યજમાની પાંચ વાર કરી ચુક્યાં છે, પરંતુ આમ છતાં આજેય આ યજમાની તેમને તાણ પેદા કરનારી લાગે છે.

amitabh-kbc

કેબીસી 3ની મેજબાની શાહરુખે કરી હતી. તે ઉપરાંત કેબીસી 1, 2 અને 4થી 6ની કુર્સીએ અમિતાભ બચ્ચન બેઠા હતાં અને હવે કેબીસી 7 પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરવાના છે. કેબીસી શો આંતરરાષ્ટ્રીય શો હૂ વાંટ્સ બી ઍ મિલેનિયર પર આધારિત છે.

અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી 7 માટે કેટલાંક એપિસોડનું શૂટિંગ કરી ચુક્યાં છે, પરંતુ આમ છતાં 70 વર્ષીય અમિતાભ બચ્ચન આજેય ગભરાટ અનુભવે છે. કેબીસી 7 લૉન્ચિંગ પ્રસંગે અમિતાભે મીડિયાને જણાવ્યું - હું ગભરાઈ જાઉ છું. તે ભલે કામ હોય કે પ્રેસ કૉન્ફરંસ. આ બધું તણાવપૂર્ણ છું. હું આ વાતથી સંમત નથી કે હું પ્રોફેશનલ હોવાના નાતે ગભરાઉ નહીં. કેબીસી 7નું પ્રસારણ 6ઠી સપ્ટેમ્બરથી સોની એંટરટેનમેંટ ટેલીવિઝન ઉપર શરૂ થનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X