• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ નાના પડદાની 30 પ્લસ ટૉપ ટેન Hot અભિનેત્રીઓ...

|

મુંબઈ, 14 જુલાઈ : બૉલીવુડ ફિલ્મોમાં મોટાભાગે આપણે જોઇએ છીએ કે અભિનેત્રીઓની વધતી વય તેમના કૅરિયર ઉપર અસર નાંખે છે, પણ અભિનેતાઓને આ બાબત ખાસ અસર નથી કરતી. જોકે ઘણી અભિનેત્રીઓ ઉંમર વધવાની સાથે જાણે વધુ યુવાન થતી હોય, તેમ વધુમાં વધુ મૅચ્યોર અને સફળ થતી હોય છે, પરંતુ મોટાભાગની અભિનેત્રીઓ વધતી વયના કારણે લીડ રોલમાંથી ખસી જતી હોય છે.

મોટા પડદે જ નહીં, પરંતુ નાના પડદે પણ અભિનેત્રીઓ માટે વધતી વય માથાનો દુઃખાવો હોય છે, તો અહીં પણ અનેક એવી અભિનેત્રીઓ છે કે જે વધુ ઉંમર હોવા છતાં પોતાનું ગ્લૅમર જાળવા રાખવામાં સફળ નિવડી છે. અભિનેત્રીઓની બાબતમાં જો 30ની ઉંમરને એક તબક્કો ગણવામાં આવે, તો ટેલીવિઝન પર આજે પણ ઘણી અભિનેત્રીઓ એવી છે કે જેઓ ત્રીસી આંબ્યા છતાં આકર્ષક છે અને હૉટ-એન-હિટ બની રહી છે.

સૌથી મોટો દાખલો સાક્ષી તંવરનો જ આપી શકાય તેમ છે. કહાની ઘર ઘર કીની સંસ્કારી વહૂ સાક્ષી તંવર આજે હૉટ સીરિયલ બડે અચ્છે લગતે હૈંમાં રામ કપૂર સાથે રોમાંટિક દૃશ્યો આપી રહ્યાં છે. શું આપ જાણો છો કે તેઓ ત્રીસી વટાવી ચુક્યા છે. તેવી જ રીતે મોના સિંહ, સનાયા ઈરાની, શ્વેતા તિવારી, નિગાર ખાન અને દિશા વાકાણી પણ ત્રીસ પાર કર્યા છતાં નાના પડદે લીડ રોલ કરી રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ 30 પ્લસ ટૉપ ટેન ટેલીવિઝન અભિનેત્રીઓ :

સાક્ષી તંવર

સાક્ષી તંવર

સાક્ષી તંવર 30 પ્લસ અભિનેત્રીઓની યાદીમાં ટોચે છે. 41 વર્ષીય સાક્ષી હાલમાં બડે અચ્છે લગતે હૈં જેવી હૉટ તથા રોમાંટિક સીરિયલમાં દેખાય છે અને દર્શકો તેમને ક્વીન ઑફ એક્ટિંગ તરીકે જુએ છે.

ગૌહર ખાન

ગૌહર ખાન

ગૌહર ખાન બિગ બૉસ 7માં હતાં અને તાજેતરમાં જ તેમણે 29મો જન્મ દિવસ ઉજવ્યો હતો. જોકે રિપોર્ટ્સ એમ કહે છે કે ગૌહર છેલ્લા ત્રણ વર્ષથી 29મો જન્મ દિવસ જ ઉજવે છે. એટલે આપણે કહી શકીએ કે 30 પ્લસ ગૌહર પણ હૉટ ટીવી અભિનેત્રી છે.

ગૌરી પ્રધાન

ગૌરી પ્રધાન

ગૌરી પ્રધાન તેજવાણીનો જ દાખલો લો. 36 વર્ષીય ગૌરીએ મેરી આશિકી તુમસે હી દ્વારા નાના પડદે કમબૅક કર્યું છે.

કવિતા કૌશિક

કવિતા કૌશિક

કુશળ કલાકાર કવિતા કૌશિક 33 વર્ષના છે અને તેઓ એફઆઈઆરમાં ફિટ એન્ડ હૉટ ઇંસ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાનો રોલ કરે છે.

મોના સિંહ

મોના સિંહ

આપણે મોના સિંહ જસ્સી તરીકે ઓળખીએ છે અને ક્યા હુઆ તેરા વાદા માટે પણ તેઓ જાણીતા છે. 34 વર્ષીય મોના સિંહ સાથે ભલે સેક્સી લેબલ નથી લગાવાતો, પણ તેઓ ટૅલેંટેડ એક્ટ્રેસ જરૂર ગણાય છે.

સનાયા ઈરાની

સનાયા ઈરાની

જાણીતો ચહેરો સનાયા ઈરાની હાલમાં 30 વર્ષના છે. આમ છતાં તેમણે પોતાની વયને જાણે માત આપી હોય, તેમ નવયુવતીનો રોલ કરે છે. તેઓ બ્યુટી અને ટૅલેંટનું બેસ્ટ કૉમ્બિનેશન છે. તેઓ પારો કે છનછન કોઈ પણ રોલમાં પોતાની જાતને સરળતાથી ઢાળી લે છે.

શ્વેતા તિવારી

શ્વેતા તિવારી

શ્વેતા તિવારી ઘણા વર્ષોથી નાના પડદે સક્રિય છે. તરુણ વયની દીકરીના માતા 34 વર્ષીય શ્વેતા તિવારી આજે પણ ભવ્ય અને યુવાન દેખાય છે.

દિશા વાકાણી

દિશા વાકાણી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લીડ રોલ કરતાં દિશા વાકાણી ઉર્ફે દયા શોનો જાન છે. 35 વર્ષીય દિશાનો રોલ જોકે ગૃહિણીનો છે, પરંતુ તે રોલમાં તેમની સાદગીએ પ્રાણ પૂરી દીધો છે અને તેમના વગર આ શો ફીકો પડી શકે તેમ છે.

નિગાર ખાન

નિગાર ખાન

નિગાર ખાન આજે પણ હૉટ અને ફિટ દેખાય છે. તેઓ 35 વર્ષના છે.

મંદિરા બેદી

મંદિરા બેદી

મંદિરા બેદીને કેવી રીતે ભુલાવી દેવાય. શાંતિ ફૅમ મંદિરા બેદી આજે પણ ટીવીના હૉટ અભિનેત્રી છે. 42 વર્ષીય મંદિરા બેદી તાજેતરમાં જ અનિલ કપૂરના શો 24માં દેખાયા હતાં.

English summary
It is said that an actress' shelf life on the big screen is short; they get married or lack good roles. However, the Telly world seems to welcome the '30 plus' actresses. Check out these hot and happening actresses who are still enviable by the younger lot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more