હું ક્યાંયથી સુપર મૉમ ગણાવાને લાયક નથી : ફરાહ
મુંબઈ, 25 મે : બૉલીવુડ કોરિયોગ્રાફર તથા દિગ્દર્શક ફરાહ ખાન કહે છે કે તેઓ સુપર મૉમ નથી. ફરાહ ત્રણ બાળકોના માતા છે. તેઓ ટુંકમાં જ રિયલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મૉમ્સમાં જજ તરીકે દેખાશે.

કજાર, દિવા તથા આન્યા નામના ત્રણ બાળકોના માતા ફરાહ ખાન રિયલિટી કાર્યક્રમમાં બાળકોની માતાઓના નૃત્ય કૌશલથી ખૂબ જ પ્રભાવિત છે. તેમણે એક વાતચીતમાં જણાવ્યું - જ્યારે હું આ મહિલાઓને જોઉ છું, મને લાગે છે કે હું ક્યાંયથી પણ સુપર મૉમ ગણાવાને લાયક નથી. તે તમામ નાના શહેરોમાંથી છે. મારી પાસે તો બાળકોની સારસંભાળ માટે પુરતો સ્ટાફ છે, જ્યારે તેઓ પોતે પોતાના બાળકોની સારસંભાળ લે છે, ખાવાનું બનાવે છે, પતિ અને સાસુ-સસરાની સારસંભાળ કરે છે અને પછી બહાર પણ કામ કરે છે.
ફરાહે જણાવ્યું - કામ ઉપરથી પરત ફરી આ માતાઓ નૃત્યનો પણ અભ્યાસ કરે છે. તે તેમનું ઝનુન છે. હું તો કહીશ કે તેઓ મારા કરતાં વધુ સુપર મૉમ્સ છે. હું તેમના જેવી ક્યારેય ન હોઈ શકું.
ઝી ટીવી ઉપર રિયલિટી કાર્યક્રમ ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મૉમ્સ આગામી 1લી જૂનથી દર શનિવાર-રવિવારે પ્રસારિત થશે. કોરિયોગ્રાફર મર્જી પેસ્તનજી ફરાહ ખાન સાથે જજ હશે અને અભિનેતા મિથુન ચક્રવર્તી શોના ગ્રાન્ડ માસ્ટર હશે.












Click it and Unblock the Notifications
