બિગ બૉસથી અજાણ હતાં હૅર ડ્રેસર સપના
મુંબઈ, 9 ઑક્ટોબર : બિગ બૉસ 6માં કેટલાંક એવા રસપ્રદ પ્રતિસ્પર્ધીઓ પણ છે કે જેમણે આ અગાઉ બિગ બૉસ ટેલીવિઝન ઉપર ક્યારેય પ્રસારિત થતો જોયો નથી. તેવા પ્રતિસ્પર્ધીઓમાંના જ એક છે સપના ભાવનાણી.

હૅર ડ્રેસર સપનાનું કહેવું છે કે તેમણે આજ સુધી આ શો વિશે માત્ર સાંભળ્યુ હતું, જોયો ક્યારેય નથી. કાયમ નવી ચીજો શીખવાના શોખીન સપનાને અજાણ્યા લોકો સાથે મળવું બહુ સારું લાગે છે. તેથી તેઓ બિગ બૉસ રમવા આવ્યાં છે.
જ્હૉન અબ્રાહમ અને મહેન્દ્ર સિંહ ધોની જેવા લોકોના વાળોને સેક્સી લુક આપનાર સપનાએ ઓપનિંગ સેરેમનીમાં સલમાન ખાનની ઘણી ખેંચી અને જણાવ્યં કે એવો દિવસ ટુંકમાં જ આવશે કે જ્યારે સલમાન ખાનના પણ તેઓ હૅર ડ્રેસર હશે.
આપને જણાવી દઇએ કે સપનાએ સલમાનની એ વાત માટે કટાક્ષ કર્યો હતો કે જેમાં સલમાને જણાવ્યુ હતું કે તેઓ તાજેતરમાં પોતાનું ઑપરેશન અમેરિકામાં કરાવીને આવ્યાં બાદ સતત વાળ ખરતા હતાં. ખેર, જોએ કે સપના બિગ બૉસ હાઉસમાં ક્યાં સુધી ટકી શકશે?












Click it and Unblock the Notifications
