Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : હું નંદિની કરણ વીરાણી... બોલ્ડ સીન ન કરું...

મુંબઈ, 17 જૂન : નાના પડદે ઇતિહાસ સર્જનાર સીરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થીમાં નંદિની કરણ વીરાણીનો રોલ કરનાર ગૌરી પ્રધાન પુનઃ કમબૅક કરી રહ્યાં છે. તેઓ એકતા કપૂરના નવા શો મેરી આશિકી તુમસે હી દ્વારા પુનઃ નાના પડદે એન્ટ્રી કરી રહ્યાં છે અને તેઓ બહુ ખુશ પણ છે.

વનઇન્ડિયા સાથેની વાતચીતમાં ગૌરી પ્રધાને જણાવ્યું કે તેમને નાના પડદે કોઈ પણ જાતનો બદલાવ અનુભવાતો નથી. જોકે આજે નાના પડદે પણ ઘણી બોલ્ડનેસ દેખાવા લાગી છે, પરંતુ ગૌરી કહે છે કે તેમણે કૅમેરા સામે ક્યારેય ઇંટીમેટ કે બોલ્ડ સીન્સ આપ્યા નથી અને આજે પણ નહીં આપે.

ગૌરી પ્રધાનને પ્રશ્ન કરવામાં આવ્યો કે આજકાલ નાના પડદે પણ જ્યારે એક પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા વચ્ચેના સંબંધ દર્શાવાય છે, ત્યારે તેમની વચ્ચે કેટલાંક બોલ્ડ સીન્સ, બૅડ સીન્સ શૂટ કરાય છે. આ અંગે આપનું શું કહેવું છે? ગૌરી કહે છે - બીજાઓ કરે, તેમાં મને કોઈ વાંધો નથી, પણ હું આવા સીન્સ કરવામાં અગાઉ પણ સહજ નહોતી અને આજે પણ નથી. જો શોની વાર્તાની ડિમાંડ હોય, તો આપે આ પ્રકારના સીન્સ કરવા પડે છે અને તે બરાબર પણ છે, પરંતુ હું ક્યારેય આ પ્રકારના સીન્સ નહીં કરું.

ગૌરી પ્રધાને આ જ પ્રશ્નના જવાબમાં ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી દરમિયાનનો એક બનાવ શૅર કરતાં કહ્યું - ક્યોંકિ સાસ ભી બહૂ થી શોમાં પણ મારે એક રેપ સીન શૂટ કરવાનુ હતું. એકતા કપૂરે મને કહ્યું, પણ મેં એક ગળા સુધીની પોલોની ટી શર્ટ પહેરી અને તેમાં જ રેપ સીન શૂટ કર્યું. મેં કહ્યું કે હું સ્લીવલેસ ટી શર્ટ પણ નહીં પહેરું. એકતાએ મને તે વખતે કહ્યુ હતું કે તમે પહેલી એવી છોકરી છો કે જેણે રેપ સીન આ રીતે શૂટ કર્યું છે.

ગૌરી પ્રધાન એકતા કપૂરના આ નવા ટેલીવિઝન શો મેરી આશિકી તુમસે હીમાં ફાલ્ગુની મહેતાનું પાત્ર ભજવી રહ્યાં છે. આ શો 23મી જૂનથી કલર્સ ચૅનલ પર પ્રસારિત થશે. શોમાં મુખ્ય રોલ રાધિક મદન, શક્તિ અરોરા, સરિતા જોશી, પૃથ્વી શાંખલા અને સાહેબ ખાન ભજવી રહ્યાં છે.

ચાલો જોઇએ મેરી આશિકી તુમસે હી શોની પ્રેસ કૉન્ફરંસની તસવીરો :

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસમાં એકતા કપૂર.

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસમાં ગૌરી પ્રધાન.

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસમાં એકતા કપૂર અને કલાકારો.

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસમાં રાધિકા મદન, ગૌરી પ્રધાન અને સરિતા જોશી.

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસમાં શક્તિ અરોરા અને રાધિકા મદન.

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસમાં શક્તિ અરોરા અને રાધિકા મદન તથા અન્ય.

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસ

મેરી આશિકી તુમસે હીની પ્રેસ કૉન્ફરંસમાં શક્તિ અરોરા અને રાધિકા મદન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X