Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્વયંવર રચાવનાર રતન વેશ્યા બનવા માંગે છે

મુંબઈ, 5 નવેમ્બર : અગલે જનમ મોહે બિટિયા હી કીજો સાથે લોકોના હૃદયમાં સ્થાન પામનાર લાલી એટલે કે રતન રાજપૂત હાલ ફરી ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમની નવી ચાહત.

Ratan Rajput

એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ અભિનેત્રી રતન રાજપૂતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમની હાર્દિક ઇચ્છા છે કે તેઓ વેશ્યાનું પાત્ર ભજવે કે જેથી આ પાત્રનું દર્દ લોકોની સામે આવી શકે. જોકે રતને જણાવ્યું કે તેમને હાલ કોઈ એવો રોલ ઑફર થયો નથી, પરંતુ છતાંય જો તેમને આવી ઑફર મળશે, તો તેઓ જરૂર વેશ્યાનો રોલ કરશે.

રતને જણાવ્યું કે જો તેમને તક મળે, તો તેઓ એવો ટેલીવિઝન શો બનાવશે કે જે સીમિત દાયરામાં હોય. પોલીસિયા બૅકગ્રાઉન્ડ સાથે સંકળાયેલ રતન ગયા વર્ષો પોતાના સ્વયંવરના કારણે ચર્ચામાં રહ્યા હતાં. તેમણે અભિનવ શર્માની પસંદગી કરી, પરંતુ લગ્ન ન કર્યાં. જોકે રતને આ અંગે કઈં પણ કહેવાનો ઇનકાર કર્યો.

રતને સ્પષ્ટ જણાવ્યું કે તેઓ અત્યારે કોઈ પણ ટેલીવિઝન શોમાં કામ નથી કરી રહ્યાં, પરંતુ તેઓ ટુંકમાં જ ટેલીવિઝનની દુનિયામાં પરત ફરશે. રતનનું કહેવું છે કે જીવનસાથી અને કૅરિયર તમામ ભગવાનની મરજીથી થાય છે. તેથી તેઓ પોતાના જીવનસાથી અંગે વધુ પડતું વિચારતાં નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X