Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખતરોં કે ખેલાડી 8: રોહિત શેટ્ટી ઘાયલ અને દંગલ ગર્લનું કન્ફેશન

દંગલ ગર્લ ગીતા ફોગાટ ખતરોં કે ખેલાડી શોની 8મી સિઝનમાં દેખા દેશે. આ અંગે વાત કરતાં ગીતાએ પોતાના જીવનની અનેક રસપ્રદ વાતો અંગે ખુલાસો કર્યો છે.

ગીતા ફોગાટ ખતરોં કે ખિલાડી 8 અંગે અતિ-ઉત્સાહિત છે. દંગલ જેવી બ્લોકબસ્ટર ફિલ્મની મુખ્ય પ્રેરણા ગીતા ફોગાટ વર્ષ 2020 સુધી ઓલમ્પિક્સ રમવાની ઇચ્છા રાખે છે. આ સાથે જ તે પોતાના ડર પર જીત મેળવવા કટિબદ્ધ છે, આ કારણે જ તેણે આ શોમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. રોહિત શેટ્ટી ના આ શો ખતરોં કે ખેલાડીની 8મી સિઝનનું મુખ્ય આકર્ષણ છે, ગીતા ફોગાટ!

'ડર કોને કહેવાય, મને ખબર નથી'

'ડર કોને કહેવાય, મને ખબર નથી'

આ અંગે વાત કરતાં ગીતાએ કહ્યું કે, શોમાં બધાને લાગે છે કે, હું સૌથી દમદાર કન્ટેસ્ટન્ટ છું. આ શો સાથે જોડાવાનો મારો મુખ્ય હેતુ એક જ છે, હું મારા ડરને ફેસ કરવા માંગુ છું. વ્યક્તિગત જિંદગીમાં ડર કોને કહેવાય એ મને ખબર જ નથી. મને ક્યારેય ડર નથી લાગ્યો. મારા પિતાએ મને ડરતા શીખવ્યું જ નથી. હું સ્પેનમાં ખતરોં કે ખેલાડી જીતીને પાછી ફરવા માંગુ છું. હાલ મારું સંપૂર્ણ ફોકસ આ શો જીતવા પર છે.

રાતે ઘરની બહાર ન નીકળવાની સલાહ

રાતે ઘરની બહાર ન નીકળવાની સલાહ

'હું ઘણીવાર રાત્રે એકલી ટ્રાવેલ કરું છું, મારા મિત્રો અને પરિવારજનો મને આમ ન કરવાની સલાહ આપે છે. પરંતુ મને આમાં ડરવા જેવું કશું નથી લાગતું. થોડા સમય પહેલાં મારા ઘરે એક ડોક્ટર આવ્યા હતા, તેમણે પણ મને રાત્રે એકલા ટ્રાવેલ ન કરવાની સલાહ આપી. તેમણે મને કહ્યું કે, ક્યારેક રસ્તામાં 4-5 માણસો મળી ગયા તે સ્થિતિનો સામનો કઇ રીતે કરશો?'

લોન્ચ ઇવેન્ટમાં રોહિત શેટ્ટી ઘાયલ

લોન્ચ ઇવેન્ટમાં રોહિત શેટ્ટી ઘાયલ

થોડા દિવસ પહેલાં જ મુંબઇમાં આ શોની લોન્ચ ઇવેન્ટ યોજાઇ હતી, જેમાં શોના હોસ્ટ રોહિત શેટ્ટીની સિંઘમ સ્ટાઇલ એન્ટ્રી કરવામાં આવી હતી. આ માટે સ્ટેજ પર ફાઇટ સિનનો આખો સેટઅપ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ એવું લાગ્યું જાણે કોઇ પૂર્વ તૈયારી વિના આ ફાઇટ સિન પ્લાન કરવામાં આવ્યો હોય. આ સ્ટંટ દરમિયાન રોહિત શેટ્ટીના હાથમાં ઇજા થઇ હતી.

રોહિત શેટ્ટીએ આપી સફાઇ

રોહિત શેટ્ટીએ આપી સફાઇ

આ ઘટના અંગે રોહિત શેટ્ટીએ સફાઇ આપતાં કહ્યું કે, તમે વિચારી લો કે જો હું મારી સાથે આવું કરી શકું તો કન્ટેસ્ટન્ટ સાથે શું કરીશ. આ દરમિયાન જ્યારે રોહિત શેટ્ટીને સુનીલ શેટ્ટીના શો 'ઇન્ડિયાઝ અસલી ચેમ્પિયન' અંગે સવાલ કરવામાં આવ્યો તે તેમણે કહ્યું કે, અમે શેટ્ટી માત્ર એક્શન કરી જાણીએ છીએ. ખતરોં કે ખેલાડીની આ સિઝનની ફ્લેવર ગઇ સિઝન કરતાં ખાસ્સી અલગ હશે.

પ્રાણીઓ માટે ફેમસ છે સ્પેન

પ્રાણીઓ માટે ફેમસ છે સ્પેન

ખતરોં કે ખેલાડીની આ 8મી સિઝન માટે સ્પેન પર પસંદગી ઉતારવામાં આવી છે. સ્પેન દરેક પ્રકારના ખતરનાક પ્રાણીઓ માટે ફેમસ છે. વળી આ સિઝનમાં દર્શકોને ઘણા નવા સ્ટંટ સિન જોવા મળશે. જૂની સિઝન્સના કેટલાક સિલેક્ટેડ એક્શન સિનનો પણ સમાવેશ કરવામાં આવે એવું બને.

ટીવી સિતારાઓ

ટીવી સિતારાઓ

આ વખતના ખતરોં કે ખેલાડીમાં ગીતા ફોગાટ ઉપરાંત ટીવી સિતારાઓ જેવા કે, રવિ દૂબે, નિયા શર્મા, હિના ખાન, કરણ વાહી, ઋત્વિક ધનજાની, શાંતનુ માહેશ્વરી, સાઇની દોસી, મનવીર ગુર્જર, લોપામુદ્રા રાઉત, શિવાંગી દાંડેકર અને મોનિક ડોંગરા જોવા મળશે.

રોહિતના સ્પેશિયલ એક્શન સિન

રોહિતના સ્પેશિયલ એક્શન સિન

આ સિઝનમાં પણ રોહિત શેટ્ટીના સ્પેશિયલ એક્શન સિન જોવા મળશે. ગત સિઝન વખતે તેઓ ફિલ્મ 'દિલવાલે'માં વ્યસ્ત હોવાથી શોમાં ભાગ નહોતા લઇ શક્યા. પરંતુ આ વખતે તેઓ ફુલ ફોર્મમાં પરત ફર્યા છે અને તેઓ અનેક ખતરનાક એક્શન સિન પ્લાન કરવાના છે. સાથે જ તેઓ કેટલાક એક્શન સિન ડાયરેક્ટ પણ કરશે.

એક્શનની સીથે માઇન્ડ ગેમ પર ફોકસ

એક્શનની સીથે માઇન્ડ ગેમ પર ફોકસ

આ સિઝનમાં એક્શનની સાથોસાથ માઇન્ડ ગેમ પર પણ ફોકસ કરવામાં આવશે. કન્ટેસ્ટન્ટના માઇન્ડ પાવરને જજ કરવામાં આવશે. આ સિઝનમાં કન્ટેસ્ટન્ટ લિસ્ટને જોતાં ફીમેલ કન્ટેસ્ટન્ટ વધારે દમદાર હોવાનું લાગી રહ્યું છે.

{promotion-urls}

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X