દેશમાં જ નહિ વિદેશમાં પણ છે પ્રભાસના ફેન્સ, મળવા આવશે જાપાની પ્રસંશકો

વિદેશમાં પણ છે પ્રભાસના ફેન્સ, મળવા આવશે જાપાની પ્રસંશકો

સાઉથના બાહુબલી પ્રભાસના ફેન્સ માત્ર દેશણાં જ નહિ બલકે વિદેશમાં પણ ઘણા છે. પ્રભાસ એવા કલાકારોમાના એક છે જેમના પ્રશંસકોની લિસ્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. 23 ઓક્ટોબરે પ્રભાસના જન્મદિવસે સાહોનું ટિઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ત્રિભાષી ફિલ્મની મેકિંગની ઝલક દર્શાવતો એક વીડિયો જાહેર કર્યો હતો. ફિલ્મ સાહોનું ટીઝર લૉન્ચ થયા પછી જાપાન સ્થિત તેમના પ્રશંસકોએ પ્રભાસ અને તેની ટીમને તેમની વાત પહોંચાડવાનું નક્કી કર્યું છે અને તે પ્રભાસને મળવા માટે ઉત્સાહિત છે. પ્રભાસે પણ તેમને પ્રોમિસ આપ્યું છે.

પ્રભાસની ફિલ્મોએ જાપાનમાં ધૂમ મચાવી

પ્રભાસની ફિલ્મોએ જાપાનમાં ધૂમ મચાવી

સૂત્રો અનુસાર, પ્રભાસની હાલની ફિલ્મોએ જાપાનમાં ઘણુ સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે જ જોવામાં આવ્યું છે કે જાપાનના પર્યટકો હૈદરાબાદના તેમના ઘરે જતા હોય છે. પ્રભાસ અને તેની ટીમ સાહોના ટ્રેલર લોન્ચ પહેલા જ એમના જાપાની પ્રશંસકોની મુલાકાત કરશે.

લોકોને ભારે પસંદ આવ્યો વીડિયો

લોકોને ભારે પસંદ આવ્યો વીડિયો

શેડ્સ ઓફ સાહોનો પહેલો વીડિયો તેની રિલીઝ સાથે જ ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં 30 દિવસના અબુધાબી શેડ્યુલની એક ઝલક બતાવવામાં આવી છે. જેમાં 400 લોકો સાથે લાઈવ એક્શન દ્રશ્યોના શૂટિંગ દર્શાવવામાં આવ્યું છે.

એડિટિંગ નહિ, રિયલ સીનમાં માને છે પ્રભાસ

એડિટિંગ નહિ, રિયલ સીનમાં માને છે પ્રભાસ

અબુધાબીના શૂટ પછી પ્રભાસે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'ફિલ્મના એક્શનમાં 90 % સીન સાચા છે, કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજીનરી નથી. અમે 37 ગાડીઓ અને પાંચ ટ્રકોને દુર્ધટનાગ્રસ્ત કર્યા છે. કેમકે ખરેખર કરેલા સીન વધુ પ્રભાવશાળી હોય છે. સામાન્ય રીતે 70% કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજીનરી અને 30% રીયલ સીન્સ હોય છે જ્યારે અબુધાબીના શૂટને અમે રિયલ બનાવવા મહત્તમ કોશિશ કરી છે અને આ ફિલ્મમાં જે તમે જોશો તે દર્શકોએ ક્યારેય નહીં જોયુ હોય.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X