Shocking : સલમાનની Kick પણ એળે, બંધ થશે ઝલક દિખલા જા 7
મુંબઈ, 29 જુલાઈ : કલર્સનો જાણીતો ડાન્સ રિયલિટી ટેલીવિઝન શો ઝલક દિખલા જા 7 ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ શોની ખરાબ ટીઆરપી રેટિંગ તેને બંધ થવાના આરે લઈ ગઈ છે. એક બાજુ સલમાન ખાનની ફિલ્મ કિક શાનદાર સફળતા તરફ આગળ વધી રહી છે, તો બીજી બાજુ કલર્સના આ શો માટે સલમાનની કિક બિનઅસરકારક પુરવાર થઈ છે.
મળતી માહિતી મુજબ માધુરી દીક્ષિત, કરણ જૌહર અને રેમો ડિસૂઝા દ્વારા જજ કરાતાં ઝલક દિખલા જા 7ના એપિસોડ્સ ઘટાડવાનો નિર્ણય કરાયો છે અને આમ જોતાં આ શો નક્કી સમયમર્યાદા કરતા વહેલો આટોપી લેવાય, તેવી શક્યતા છે.
સામાન્ય રીતે કોઈ પણ શોના એપિસોડ તેની ટીઆરપીના આધારે વધારાય કે ઘટાડાય છે અને ઝલક દિખલા જા 7ની પૂઅર ટીઆરપી રેટિંગે શોના સંચાલકો અને કલર્સ ચૅનલને આ શોના એપિસોડ ઘટાડવા મજબૂર કર્યા છે.
ઝલક દિખલા જાની આ સીઝન શરુઆતથી જ વિવિધ કારણોસર ચર્ચામાં રહી અને શોને આરંભથી જ નબળો પ્રતિસાદ મળ્યો હતો.
ચાલો તસવીરો સાથે જોઇએ ઝલક દિખલા જા 7ની ટીઆરપી વધારવા કરાયેલા ગતકડાં :

ટુંકમાં જ બંધ થશે
કહે છે કે ઝલક દિખલા જા 7 ટુંકમાં જ બંધ થઈ જવાનો છે.

દૃષ્ટિ ધામી
ઝલક દિખલા જા 7ના હોસ્ટિંગની જવાબદારીમાંથી દૃષ્ટિ ધામીને મુક્ત કરવામાં આવી હતી. આરોપ હતો કે તેઓના ખરાબ હોસ્ટિંગના કારણે શો પર વિપરીત અસર પડી રહી છે.

Maksim Chmerkovskiy
કલર્સ ચૅનલે ઝલક દિખલા જા 7ની ટીઆરપી વધારવા માટે બીજી યુક્તિ કરતાં ઇંટરનેશનલ ડાન્સર Maksim Chmerkovskiyને એન્ટ્રી આપી હતી. આમ છતાં ટીઆરપીમાં સુધારો ન થયો.

મનીષ બૅક
ઝલક દિખલા જા 7ની ટીઆરપી સુધારવા માટે દૃષ્ટિના સ્થાને મનીષ પૉલને હોસ્ટિંગ સોંપાયુ હતું. છતા પરિણામ શૂન્ય જ રહ્યું.

સલમાનની કિક
તાજેતરમાં જ સલમાન ખાન પોતાની ફિલ્મ કિકના પ્રમોશન માટે આવ્યા હતાં. સલમાનની હાજરી વાળા એપિસોડને પણ ખાસ ટીઆરપી નહીં મળી. આમ સલમાનની કિક પણ ઝલક દિખલા જા 7ને ઉગારી ન શકી.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
