Darr@Gokuldham : ભયભીત ભિડે દંડો લઈ પહોંચ્યો!
મુંબઈ, 18 ફેબ્રુઆરી : સબ ટીવી પર પ્રસારિત થતા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી ટુંકમાં જ ભયથી કંપકંપી ઉઠશે, કારણ કે સોસાયટીમાં પહોંચી રહ્યાં છે જિમી શેરગિલ કે જેમની આગામી ફિલ્મનું નામ ડર એટ ધ મૉલ છે. જિમી પોતાની ફિલ્મના પ્રમોશન માટે રાતના વખતે એવી રીતે પહોંચશે કે જેથી ગોકુલધામ સોસાયટી કંપકંપી ઉઠશે અને સોસાયટીનો સેક્રેટ્રી આત્મારામ તુકારામ ભિડે પણ ગભરાઈ જશે.
જિમી શેરગિલ ગઈકાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના સેટ ઉપર પહોંચ્યા હતાં. જિમી જ્યારે રાતના સમયે આખા કોટમાં મોઢું ઢાંકીને ધીમા પગલે સોસાયટીમાં પ્રવેશ કરશે, ત્યારે સોસાયટીની અંદર ગઝબની શાંતિ અને સાથે જ ભયનો માહોલ ઊભો થઈ જશે. તે જ વખતે સોસાયટીનો સેક્રેટ્રી આત્મારામ ભિડે જિમીના ટૉર્ચના પ્રકાશે અંજાઈ કમ્પાઉંડમાં આવશે. તે જિમીને જોઈ ભયભીત થઈ જશે અને દંડો લઈ તેમની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરશે.
ચાલો તસવીરોમાં જોઇએ જિમી@તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને જાણીએ શું કહ્યું જિમીએ :

હૉરર ફિલ્મ નિર્માતાઓની ઉણપ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના સેટ પર જિમી શેરગિલે જણાવ્યું કે ભારતમાં એવા ફિલ્મ નિર્માતાઓની ઉણપ છે કે જેઓ હૉરર ફિલ્મો સાથે ન્યાય કરી શકે. જિમીને લાગે છે કે હિન્દી સિનેમામાં હૉરર ફિલ્મો હજીય બાલ્યાવસ્થામાં જ છે.

મૅચ્યોર નથી હિન્દી સિનેમા
જિમી કહે છે - આપણે ત્યાં હજી એક કે બે જ ફિલ્મ નિર્માતાઓ છે કે જેઓ હૉરર ફિલ્મો સાથે ન્યાય કરી શકે છે. બાકી આ શૈલી હજીય આપણા ફિલ્મોદ્યોગમાં મૅચ્યોર નથી થઈ શકી.

ઘણી શક્યતાઓ
જિમી શેરગિલે જણાવ્યુ - ભારતમાં હૉરર ફિલ્મો માટે ઘણી શક્યતાઓ છે.

સારી કમાણી
તેમણે જણાવ્યું - ભારતમાં શક્યતાઓ છે, આ વાતનું સબૂત એ જ છે કે અહીં રજૂ થતી વિદેશી હૉરર ફિલ્મો સારી કમાણી કરે છે.

આપણે જ કેમ નિષ્ફળ
જિમીએ જણાવ્યું - જો વિદેશી હૉરર ફિલ્મો સફળ થતી હોય, તો આપણી હૉરર ફિલ્મો કેમ સારો વ્યવસાય નથી કરી શકતી.

શંકામાં હતાં જિમી
જિમીએ જણાવ્યું - ડર@ધ મૉલ ફિલ્મ સાથે જોડાતા અગાઉ તેઓ આ પ્રકારની શૈલીમાં હાથ અજમાવવા અંગે થોડાક શંકામાં હતાં.

સેટ-અપ અને વાર્તા
જિમીએ જણાવ્યું - ફિલ્મના સેટ-અપ અને વાર્તાએ તેમને આ ફિલ્મ કરવા માટે પ્રભાવિત કરી.

પવન કૃપલાની દિગ્દર્શક
ડર@ધ મૉલના દિગ્દર્શક પવન કૃપલાની છે.

નુસરત સાથે જોડી
ડર@ધ મૉલમાં જિમી શેરગિલીની જોડી અભિનેત્રી નુસરત ભરૂચા સાથે છે. ડર@ધ મૉલ આગામી 21મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ






Click it and Unblock the Notifications
