સન્નીના પતિ કરતાં વધુ બેશરમ કોઈ નથી : કમાલ
મુંબઈ, 28 ઑક્ટોબર. કમાલ ખાન કાયમ બૉલીવુડ અભિનેતાઓ અને અભિનેત્રીઓ ઉપર પોતાના કૉમેન્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. તેમણે ફરી એક વાર એક એવી કૉમેન્ટ કરી છે કે જે સાંભળી કદાચ આપ પણ શૉક્ડ રહી જશો. જોકે તેમની દરેક કૉમેન્ટ સાંભળી લોકો થોડાંક શૉક્ડ તો થઈ જ જાય છે, પરંતુ આ વખતે તેમણે કોઈ અભિનેતા કે અભિનેત્રી અંગે નહિં, પણ તેમની ખૂબ જ નજીકના પરિવારવાળા ઉપર કૉમેન્ટ કરી છે.

કમાલ ખાને આ વખતે જેને નિશાન બનાવ્યું છે તે છે બૉલીવુડમાં જિસ્મ 2 ફિલ્મ સાથે એન્ટ્રી કરનાર સન્ની લિયોન. સન્ની હાલ એમ તો અનિલ શર્માની સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મમાં પોતાના આયટમ સૉંગ અંગે ચાલતી અફવાઓથી ગુસ્સામાં છે. વળી કમાલ ખાનનું આ ટ્વિટ ક્યાંક સન્નીનો ગુસ્સો હજુ વધારી ન મુકે.
કમાલ ખાને લખ્યું છે - પ્લીજ આને રીટ્વિટ કરો જો આપને લાગતું હોય કે આ દુનિયામાં સન્ની લિયોનના પતિથી વધુ બેશરમ માણસ કોઈ બીજું નથી. કમાલ ખાનની આ ટ્વિટને અત્યાર સુધી કુલ 75 વાર રીટ્વિટ કરાઈ છે. કમાલ ખાને આ વખતે સીધો સન્ની લિયોન પર વાર ન કરતાં તેમના પરિવારના સભ્ય ઉપર તીર ચલાવ્યું છે. પરંતુ કમાલ ખાનની આ રીત લોકોને ખૂબ જ હલ્કી લાગી રહી છે.
સન્ની લિયોન આજકાલ અનિલ શર્માની ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટ અંગે ચર્ચામાં છે. કહેવાય છે કે અનિલ શર્માએ પોતાની આ ફિલ્મમાં આયટમ સૉંગ કરવા સન્નીને જણાવ્યુ હતું, પરંતુ સન્નીએ ઇનકાર કર્યો. તેની પાછળનું કારણ બતાવાયું કે ફિલમના મેન હીરો સની દેઓલ સન્ની સાથે કામ કરવા નહોતા માંગતાં અને તે વાત જાણી ગુસ્સામાં સન્નીએ પણ ફિલ્મ પડતી મુકી. પરંતુ હજુય અનિલ શર્મા એમ જ કહી રહ્યાં છે કે એવી કોઈ વાત નથી. સન્ની આ આયટમ સૉંગ જરૂર કરશે.
હાલ તો કમાલ ખાનની આ ટ્વિટ અંગે જાણી સન્ની શું રિએક્ટ કરશે, તે જોવા જેવી વાત રહેશે, કારણ કે કોઇએ તેમને નહિં, પણ તેમના હબીને ટાર્ગેટ કર્યાં છે.












Click it and Unblock the Notifications
