કામ્યા અને સંગ્રામે તોડ્યો વર્લ્ડ રેકૉર્ડ, સંગ્રામ સીધા ફાઇનલમાં
લોનાવાલા, 13 ડિસેમ્બર : બિગ બૉસના બે ખૂબ જ ઝડપી અને યોગ્ય સ્પર્ધકો કામ્યા તથા સંગ્રામે બિગ બૉસ દ્વારા અપાયેલ એક ટાસ્ક દરમિયાન વર્લ્ડ રેકૉર્ડ તોડી નાંખ્યો. સંગ્રામ સિંહ તથા કામ્યા પંજાબીએ એક ડબ્બામાં સર્વાઇક કાર્ડના સહારે કુલ 26 કલાક કરતા વધુ સમય પસાર કરી બિગ બૉસના યૂકે વર્ઝન વાળા શો બિગ બ્રધરનો રેકૉર્ડ તોડી નાંખ્યો. બિગ બ્રધરમાં સ્પર્ધકે 26 કલાક આ ડબ્બાની અંદર પસાર કર્યા હતાં અને રેકૉર્ડ બનાવ્યો હતો. બિગ બૉસ શો જીતવાના ઝનૂન તથા પોતાની સહનશક્તિના પગલે કામ્યા પંજાબી તથા સંગ્રામ સિંહે આ રેકૉર્ડ તોડી નાંખ્યો. જોકે અંતે કામ્યા પંજાબી બહાર આવી ગયાં અને સંગ્રામ સિંહ આ ટાસ્ક જીતી બિગ બૉસના ફિનાલેમાં જવા માટેની ડાયરેક્ટ ટિકિટ જીતી ગયાં.

બિગ બૉસે 26 કલાક ડબ્બાની અંદર વિતાવી કામ્યા અને સંગ્રામ દ્વારા વર્લ્ડ રેકૉર્ડ તોડાતાં તેમને અભિનંદન આપી અને વખાણ્યાં. ઘરના તમામ સભ્યોએ કામ્યા તેમજ સંગ્રામના આ સાહસનો તાળી વગાળી આવકાર્યો. બિગ બૉસના સ્પર્ધક સંગ્રામ સિંહ હવે ડાયરેક્ટ ફિનાલેમાં પહોંચી ચુક્યાં છે અને બાકીના સભ્યો વચ્ચે હવે સ્પર્ધા ઔર વધુ ગઈ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
