કપિલની પૂર્વ પ્રેમિકાનો ખુલાસો: તેઓ આત્મહત્યા કરી શકે છે

Posted By:
Subscribe to Oneindia News

કોમેડિયન કપિલ શર્મા એક પછી એક વિવાદોમાં ઘેરાઈ રહ્યા છે. પોતાના ટ્વિટર હેન્ડલ ઘ્વારા આપત્તીજનક ટવિટ કરવા અને વિકી લાલવાનીને ફોન પર ગાળો આપ્યા પછી કપિલની પૂર્વ પ્રેમિકા પ્રીતિ સિમોન ઘ્વારા ચોંકાવી નાખે તેવા ખુલાસા કરવામાં આવ્યા છે. પ્રીતિ સિમોન ઘ્વારા જણાવવામાં આવ્યું કે કપિલ શર્મા આત્મહત્યા પણ કરી શકે છે. પ્રીતિએ જણાવ્યું કે કપિલ માનસિક રીતે બિમાર છે અને એટલા માટે આવી હરકતો કરી રહ્યા છે.

પ્રીતિએ જણાવ્યું કે કપિલ પહેલા જેવા નથી રહ્યા. ઘણીવાર તેમને મનમાં આત્મહત્યા અંગે ખ્યાલ આવી ચુક્યો છે. બ્લેકમેલ આરોપ અંગે પ્રીતિએ જણાવ્યું કે મારી પાસે હજુ સુધી કપિલ શર્માના વકીલ અથવા પોલીસ તરફથી કોઈ પણ નોટિસ આવી નથી. જ્યાં સુધી વસૂલીની વાત છે તો અમારા વચ્ચે એવા કોઈ સંબધ હોતા તો કપિલ તેના નવા શૉ બાબતે મને મળવા આવતા જ નહીં. એક નજર કરો પ્રીતિ ઘ્વારા કરવામાં આવેલા ખુલાસા પર...

ગાળો ભરેલા ટવિટ કપિલની ગર્લફ્રેન્ડ ઘ્વારા થયા

ગાળો ભરેલા ટવિટ કપિલની ગર્લફ્રેન્ડ ઘ્વારા થયા

પ્રીતિ ઘ્વારા જણાવવામાં આવ્યું કે થોડા દિવસ પહેલા કપિલ જાતે મારા ઘરે આવ્યા હતા અને અમે નવા શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ અંગે ચર્ચા પણ કરી હતી. અમે આખી ટીમને ફરી સાથે લાવવા અંગે વિચાર કરી રહ્યા હતા. પરંતુ બે દિવસ પછી કપિલે જણાવ્યું કે તેમની ગર્લફ્રેન્ડ નથી ઇચ્છતી કે હું અને કપિલ સાથે કામ કરીયે. પ્રીતિને શંકા છે કે કપિલ શર્માના ટ્વિટર એકાઉન્ટ ઘ્વારા ગાળો ભરેલા ટવિટ તેમની ગર્લફ્રેન્ડ ગિન્ની એ કર્યા હતા.

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મુસીબત

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મુસીબત

કપિલ શર્માની એક્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કપિલ અને તેમના વચ્ચે 8 વર્ષનો રિલેશન હતો. જે ગયા વર્ષે કેટલાક અંગત કારણોસર છોડવો પડ્યો. ત્યારપછી કપિલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મુસીબતોનો સામનો કરી રહ્યાં છે.

કપિલ આત્મહત્યા અંગે વાત કરતા હતા

કપિલ આત્મહત્યા અંગે વાત કરતા હતા

પ્રીતિએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારા અને કપિલ વચ્ચે બ્રેકઅપ થયા પછી પણ ક્યારેક ક્યારેક વાત થઇ જતી હતી. તે દરમિયાન તેમને જણાવ્યું હતું કે તેઓ ડિપ્રેશનમાં છે અને તેઓ આત્મહત્યા કરવાની પણ વાતો કરતા હતા.

હું કપિલનું જીવન મેનેજ કરતી હતી

હું કપિલનું જીવન મેનેજ કરતી હતી

પ્રીતિ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી હું અને મારી બહેન નીતિ તેમની સાથે હતા ત્યાં સુધી તેમના જીવનમાં કોઈ સમસ્યા ના હતી. હું તેમનો શૉ જ નહીં પરંતુ તેમની લાઈફ પણ મેનેજ કરતી હતી. પ્રીતિને કપિલના ગુસ્સા પર કોઈ જ નારાજગી નથી. તેને કહ્યું કે મેં કપિલને પ્રેમ કર્યો છે અને તેની આવી હાલત નથી જોઈ શકતી, હું બસ ઇચ્છુ છું કે તેઓ જલ્દી ઠીક થઇ જાય.

ધ કપિલ શર્મા શૉ

ધ કપિલ શર્મા શૉ

આપને જણાવી દઈએ કે પ્રીતિ જયારે કપિલ શર્મા સાથે "ધ કપિલ શર્મા શૉ" માટે મેનેજર તરીકે કામ કરતી હતી. ત્યારે જ બંને વચ્ચે અફેર અંગે ખબરો આવી હતી. પરંતુ જયારે કપિલે ઘોષણા કરી કે તેઓ ગિન્ની સાથે લગ્ન કરશે ત્યારે બંને વચ્ચેના સંબંધમાં ખટાસ આવી ગયી.

English summary
Kapil Sharma’s ex says he might be bipolar, blames new girlfriend.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.