સલમાન ખાન, અક્ષય કુમાર ફેન્સ માટે ખરાબ સમાચાર
નાના પરદે ઘણા સુપરસ્ટાર કમબેક કરી રહ્યા છે. ખાસ કરીને બધા સલમાન ખાનની રાહ જોઈ રહ્યા છે.
નાના પરદે ઘણા સુપરસ્ટાર કમબેક કરી રહ્યા છે. ખાસ કરીને બધા સલમાન ખાનની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેની વચ્ચે જ ટીવીના એક સુપરસ્ટાર ની એન્ટી થવા જઈ રહી છે.

આ શૉમાં સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સુધી બધાની એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી છે. કપિલ શર્મા ધ ફેમિલી ટાઈમ નામનો એક નવો શૉ લઈને આવી રહ્યા છે. આ શૉના પહેલા ભાગમાં કોમેડી અને બીજા ભાગમાં સામાન્ય લોકો સાથે ગેમ રમીને તેમને એક કાર જીતવા માટે મોકો આપવામાં આવશે.
એવી ખબર આવી છે કે અમિતાભ બચ્ચનના કેબીસી શૉ મુજબ કપિલના શૉમાં પણ સેલિબ્રિટી તેમની ફિલ્મનું પ્રોમોશન કરવા નહીં આવી શકે. આમ જોવા જઇયે તો સેલિબ્રિટી કપિલ શર્મા શૉની યુએસપી હતી. ચંદન પ્રભાકર કપિલ શર્મા સાથે શૉ હોસ્ટ કરી શકે છે.
કિકુ શારદા પોતાના મહિલા રોલમાં અને સુમોના ચક્રવર્તી પોતાના મસ્તમૌલા અંદાઝમાં જોવા મળશે. અલી અસગર અને સુનિલ ગ્રોવર શૉમાં હશે કે નહીં તેના પર હજુ પણ સવાલ છે. જેનો મતલબ છે કે હવે કપિલ શર્માનો નવો શૉ કોઈ પણ મોટા સ્ટાર વિના હશે.












Click it and Unblock the Notifications
