ટ્વિટર પર થઇ બબાલ, ઘર છોડીને ભાગ્યા કપિલ શર્મા

કપિલ શર્માનું ટવિટ તેમના માટે મુસીબત બનતું દેખાઈ રહ્યું છે. હાલમાં જ કપિલ શર્માના સેટ પર બેન્જો ફિલ્મનું પ્રોમોશન કરવા માટે રિતેશ દેશમુખ અને નરગીસ ફખરી આવવાના હતા પરંતુ તેનું શૂટિંગ થઇ ના શક્યું. કારણકે સેટ પર કપિલ શર્મા જ હાજર ના હતા.

kapil sharma

હાલમાં જ ખબર આવી છે કે કપિલ શર્મા પોતાનું શૂટિંગ અને ઘર છોડીને 5 સ્ટાર હોટેલમાં શિફ્ટ થઇ ગયા છે. એટલા માટે કે તેઓ વિવાદોથી દૂર રહી શકે. કપિલ શર્માએ હોટેલના સ્ટાફને પણ જણાવી દીધું છે કે તેની માહિતી તેઓ કોઈને પણ ના આપે.

kapil sharma

મળતી માહિતી મુજબ કપિલ શર્માને અંદાજો છે કે તેમનું એક ટવિટ તેમના માટે વધારે મુસીબત ઉભી કરી શકે છે. કપિલને ખબર છે કે તેમના વિરુદ્ધ રાજનીતિક વિવાદ વધી શકે છે. તેને સેટ અને ઘરની બહાર વિરોધ પ્રદર્શન પણ થઇ શકે છે.

kapil sharma

આ બધા જ વિવાદથી બચવા માટે તેઓ સેટ અને ઘર છોડીને એક હોટેલમાં શિફ્ટ થઇ ગયા છે. બીએમસી અધિકારીઓ પર લાંચનો આરોપ લગાવતા કપિલ શર્માની મુસીબતો વધી રહી છે. બીએમસી ના સબ એન્જીનીયર અભય જગતાપએ કપિલ શર્મા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

kapil sharma

આપણે જણાવી દઈએ કે કપિલ શર્મા અને બીએમસી વચ્ચે આ આરોપો એટલા માટે ચાલી રહ્યા છે કે શુક્રવારે કપિલ શર્માએ ગુસ્સે થઇ ને એક ટવિટ કરી હતી. જેમાં તેમને નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા. જેમાં લખ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી હું 15 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરું છું. તેમ છતાં મારે ઑફિસ ખોલવા માટે બીએમસીને 5 લાખની લાંચ આપવી પડશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X