ટુંકમાં જ પુનઃ શરૂ થશે કેબીસી 7, અમિતાભ તૈયાર
મુંબઈ, 27 એપ્રિલ : મહાનાયક અમિતાભ બચ્ચન ટેલીવિઝન શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ની સાતમી આવૃત્તિની પ્રારંભિક ઝળકીઓનું શૂટિંગ કરવા એકદમ તૈયાર છે. અમિતાભે ટ્વિટર ઉપર લખ્યું - મારે કૌન બનેગા કરોડપતિની આગામી આવૃત્તિની પ્રારંભિક ઝળકીઓનું શૂટિંગ કરવું છે. તે હજી હમણાં જ સમાપ્ત થયુ હતું. જીવન બહુ જલ્દી અને ઝડપથી આગળ વધી રહ્યું છે.

70 વર્ષીય અમિતાભે તેની ત્રીજી આવૃત્તિ સિવાય તમામ આવૃત્તિઓની યજમાની કરી છે. ત્રીજી આવૃત્તિમાં યજમાની શાહરુખ ખાને કરી હતી. આ શો હૂ વૉન્ટ્સ ટૂ બી ઍ મિલિયનેયર ઉપર આધારિત છે. તેનું પ્રસારણ સોની ચૅનલે થશે. અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાની ફિલ્મ સત્યાગ્રનું શૂટિંગ ખતમ કર્યું અને આ ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ થવાની છે.
સૌને કૌન બનેગા કરોડપતિ શોનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે. ગત વર્ષે મુંબઈની એક મહિલાએ પાંચ કરોડ રુપિયા જીતી ઇતિહાસ સર્જ્યો હતો અને આ વર્ષે પણ મહિલાઓના ઇરાદાઓ ખૂબ ઉંચા છે.












Click it and Unblock the Notifications
