Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ‘યે હૈ કેબીસી કા નયા આકાર...’ ઑગસ્ટથી શરૂ થશે

મુંબઈ, 24 જૂન : કૌન બનેગા કરોડપતિનો નવી સીઝન ઑગસ્ટમાં શરૂ થવા જઈ રહી છે. બૉલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આ માહિતી આપી છે કે જેઓ આ લોકપ્રિય ગેમ શોના હોસ્ટ છે. 71 વર્ષીય અમિતાભ બચ્ચને આ જાહેરાત પોતાના ફેસબુક પેજ ઉપર સોમવારે રાત્રે કરી છે.

અમિતાભ બચ્ચને પોતાના એફબી પેજ પર પોસ્ટ કર્યું છે - ‘યે હૈ કેબીસી કા નયા આકાર... કેબીસીનો નવો ચહેરો ઑગસ્ટમાં શરૂ થઈ રહ્યો છે...' પોતાની વ્યસ્ત અભિનય દિનચર્યા છતાં બિગ બી દેશના ખૂણે-ખૂણેથી કરોડપતિ બનવા આવનાર સ્પર્ધકો સાથે મજબૂતીથી જોડાયેલા રહે છે કે જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

બિગ બીએ પોતાની આ પોસ્ટમાં શાહરુખ ખાનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે 2000થી કેબીસી શરૂ થયો છે અને માત્ર એક સીઝન સિવાય તેઓ સતત તેની સાથે જોડાયેલા છે. વર્ષ 2000થી કૌન બનેગા કરોડપતિની યજમાની કરનાર અમિતાભે જણાવ્યું - યહાં સિર્ફ પૈસે નહીં જીતે જાતે, યહાં દિલ ભી જીતે જાતે હૈં...કમ સે કમ મારૂં હૃદય તો સ્પર્ધકો દ્વારા ચોક્કસ જીતી લેવાય જ છે. આપ સૌને મારો પ્રેમ.

યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં શૂટ કરાયેલ કૌન બનેગા કરોડપતિની 8મી સીઝન એટલે કે કેબીસી 8 સોની એંટરટેનમેંટ ટેલીવિઝન ઉપર પ્રસારિત થશે. કેબીસી વૈશ્વિક કક્ષાએ લોકપ્રિય હૂ વાંટ્સ ટુ બી ઍ મિલેનિયરની ભારતીય આવૃત્તિ છે.

ચાલો તસવીરો સાથે જોઇએ બિગ બીએ કરેલી પોસ્ટ્સ :

ઑગસ્ટમાં શરૂ થશે કેબીસી 8

ઑગસ્ટમાં શરૂ થશે કેબીસી 8

કૌન બનેગા કરોડપતિનો નવી સીઝન ઑગસ્ટમાં શરૂ થવા જઈ રહી છે. બૉલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આ માહિતી આપી છે કે જેઓ આ લોકપ્રિય ગેમ શોના હોસ્ટ છે. 71 વર્ષીય અમિતાભ બચ્ચને આ જાહેરાત પોતાના ફેસબુક પેજ ઉપર સોમવારે રાત્રે કરી છે.

યે હૈ કેબીસી કા નયા આકાર...

યે હૈ કેબીસી કા નયા આકાર...

અમિતાભ બચ્ચને પોતાના એફબી પેજ પર પોસ્ટ કર્યું છે - ‘યે હૈ કેબીસી કા નયા આકાર... કેબીસીનો નવો ચહેરો ઑગસ્ટમાં શરૂ થઈ રહ્યો છે...' પોતાની વ્યસ્ત અભિનય દિનચર્યા છતાં બિગ બી દેશના ખૂણે-ખૂણેથી કરોડપતિ બનવા આવનાર સ્પર્ધકો સાથે મજબૂતીથી જોડાયેલા રહે છે કે જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

શાહરુખનો ઉલ્લેખ

શાહરુખનો ઉલ્લેખ

બિગ બીએ પોતાની આ પોસ્ટમાં શાહરુખ ખાનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે 2000થી કેબીસી શરૂ થયો છે અને માત્ર એક સીઝન સિવાય તેઓ સતત તેની સાથે જોડાયેલા છે.

યહાં દિલ ભી જીતે જાતે હૈં...

યહાં દિલ ભી જીતે જાતે હૈં...

વર્ષ 2000થી કૌન બનેગા કરોડપતિની યજમાની કરનાર અમિતાભે જણાવ્યું - યહાં સિર્ફ પૈસે નહીં જીતે જાતે, યહાં દિલ ભી જીતે જાતે હૈં...કમ સે કમ મારૂં હૃદય તો સ્પર્ધકો દ્વારા ચોક્કસ જીતી લેવાય જ છે. આપ સૌને મારો પ્રેમ.

સોની ટીવી પર પ્રસારણ

સોની ટીવી પર પ્રસારણ

યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં શૂટ કરાયેલ કૌન બનેગા કરોડપતિની 8મી સીઝન એટલે કે કેબીસી 8 સોની એંટરટેનમેંટ ટેલીવિઝન ઉપર પ્રસારિત થશે. કેબીસી વૈશ્વિક કક્ષાએ લોકપ્રિય હૂ વાંટ્સ ટુ બી ઍ મિલેનિયરની ભારતીય આવૃત્તિ છે.

યુદ્ધ માટે પણ તૈયારી

યુદ્ધ માટે પણ તૈયારી

અમિતાભ બચ્ચન હાલમાં પોતાની પ્રથમ ટેલીવિઝન સીરિયલ યુદ્ધ માટે પણ ચર્ચામાં છે અને તે અંગેની પુરજોશ તૈયારીઓ કરી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X