Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

KIKU ઝલક...માંથી Out : લૉરેન, ગુરમીત, તારા, કરણ, મૌનીનું દમદાર પરફૉર્મન્સ

મુંબઈ, 18 ઑગસ્ટ : કલર્સનો ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જા 7 પુરબહારમાં ખીલી ઉઠ્યો છે. આ શો સ્પર્ધકોના એક સે બઢકે એક પરફૉર્મન્સના કારણે લોકોના આકર્ષણનો કેન્દ્ર બની રહ્યો છો, તો બીજી બાજુ આ શોમાંથી સ્પર્ધકોનું બહાર થવુ સતત ચાલુ છે. તેથી નિયમ મુજબ આ અઠવાડિયે શોમાંથી બહાર જવાનો વારો હતો કિકુ શારદા ઉર્ફે પલકનો.

મળતી માહિતી મુજબ કિકુ શારદાને પ્રજા તરફથી ઓછા વોટ મળ્યાં. તેથી તેમને અને હૉલીવુડ સ્ટાર પોપો ઉર્ફે તારાએ જાન માટે ડાન્સ કરવો પડ્યો અને તેમાં પોપો બાજી મારી ગયા, જ્યારે કિકુએ શોમાંથી બહાર થવુ પડ્યું.

કિકુ શારદા કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં પલકનો રોલ કરી જાણીતા બન્યા છે. કિકુએ ઝલક દિખલા જા શોમાંથી જતી વખતે શોના વખાણ કર્યાં. તેમણે કોરિયોગ્રાફર ભાવનાની પણ પ્રશંસા કરતા જણાવ્યું - મને અહીંથી જવાનુ દુઃખ છે અને સૌથી વધુ દુઃખ ભાવના માટે થઈ રહ્યુ છે. ભાવનાએ મારી સાથે સખત મહેનત કરી અને મારા જેવા નૉન-ડાન્સરને એક સારો ડાન્સર બનાવી દીધો.

દરમિયાન ઝલક દિખલા જા 7માં તાજેતરમાં જ રાજા નટવરલાલ ફિલ્મના પ્રમોશન માટે ઇમરાન હાશમી તથા હુમૈમા મલિક આવ્યા હતાં. કુણાલ દેશમુખ દિગ્દર્શિત રાજા નટવરલાલ 29મી ઑગસ્ટે રિલીઝ થવાની છે.

ચાલો તસવીરોમાં જુઓ ઝલક દિખલા જા શોની ધમાલ :

લૉરેન-ગુરમીત

લૉરેન-ગુરમીત

ઝલક દિખલા જા શોની ગત સીઝનની દમદાર વિજેતા જોડી લૉરેન તથા ગુરમીત ચૌધરીએ જન્માષ્ટમી પ્રસંગે એક ખાસ રજુઆત કરી હતી.

કરણ-શંપા

કરણ-શંપા

કરણ અને શંપાએ એક દમદાર હૉટ પ્રસ્તુતિ આપી સૌના દિલ જીતી લીધા હતાં.

લૉરેનનો દેસી અવતાર

લૉરેનનો દેસી અવતાર

લૉરેનનો દેસી અવતાર જોઈ સૌ તેમની ઉપર લટ્ટૂ થઈ ગયાં.

તારાનો દમદાર રૂપ

તારાનો દમદાર રૂપ

તારા ઉર્ફે પોપોએ એવો ડાન્સ કર્યો કે જેના પછી જજિસે તેમને પૂરા 30 નંબર્સ આપ્યાં.

માધુરી-લૉરેન

માધુરી-લૉરેન

માધુરી દીક્ષિત અને લૉરેને સ્ટેજ પર નિંબુડા નિંબુડા... ગીત પર ડાન્સ કર્યો.

અક્ષતની ટીમ

અક્ષતની ટીમ

આ વખતે શોને બે ટીમોમાં વહેંચવામાં આવ્યો હતો. તેમાંથી એક અક્ષતની ટીમ છે કે જેને 29 નંબર મળ્યાં.

પાણી-પૂરી

પાણી-પૂરી

પોપો અને લૉરેન વચ્ચે મનીષ પૉલે પાણી-પૂરી સ્પર્ધા કરાવી.

આશિષ-શંપા

આશિષ-શંપા

આશિષ-શંપાએ નિશાળિયા વિદ્યાર્થીઓનો રોલ કર્યો.

માધુરીનો મોહક અવતાર

માધુરીનો મોહક અવતાર

માધુરી દીક્ષિતે સ્ટેજ પર નાનકડુ ડાન્સ સ્ટે કરી સૌના દિલ જીતી લીધાં.

ગુત્થી

ગુત્થી

ઝલક દિખલા જામાં આવી ગુત્થીએ ચાર ચાંદ લગાડી દીધાં.

ગુરમીત-લૉરેન

ગુરમીત-લૉરેન

બંનેના ડાન્સના ખૂબ વખાણ થયાં.

ગુરમીત

ગુરમીત

કાનુડો બની ગુરમીતે સૌને મોહ્યાં.

મૌની રૉય

મૌની રૉય

આક્રમક મૌનીનો રૂપ જોઈ સૌ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં.

કરણ

કરણ

પોતાના ડાન્સ દરમિયાન કરણ ખૂબ રોમાંટિક દેખાયાં.

ટીમ મૌની

ટીમ મૌની

ટીમ મૌનીએ જોરદાર એક્ટ કર્યું અને 30 નંબર મેળવ્યાં.

સોફી ચૌધરી

સોફી ચૌધરી

સોફી ચૌધરીએ પણ મન મૂકીને મસ્તી કરી.

કિકુ શારદા ઉર્ફે પલક

કિકુ શારદા ઉર્ફે પલક

આ અઠવાડિયે દર્શકોના ઓછા વોટ મળતા કિકુ શારદા ઉર્ફે પલક શોમાંથી આઉટ થઈ ગયાં.

આ પણ વાંચો

આ પણ વાંચો

સલમાન ખાનની બહેન અર્પિતા બનશે મિસિસ શર્મા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X