બંધ થશે સોની પર આવતી સીરિયલ કુછ તો લોગ કહેંગે

મુંબઈ, 8 માર્ચ : સોની ટીવી ઉપર આવતી સીરિયલ કુછ તો લોગ કહેંગે હવે બંધ થઈ જશે. સીરિયલની મુખ્ય અભિનેત્રી કૃતિકા કામરાએ આ બાબતની પુષ્ટિ કરી છે કે આ શો ટુંકમાં જ બંધ થઈ જશે.

24 વર્ષીય કૃતિકાએ આ અંગે જણાવ્યું - કોઈ પણ સીરિયલનું બંધ થવું દુઃખની વાત છે. એવં લાગતું જ નથી કે આટલો વખત વીતી ગયો. જ્યારે પણ કોઈ સીરિયલ ખતમ થાય, દુઃખ થાય છે, પરંતુ આને જીવન કહેવાય છે.

તેમણે જણાવ્યું કે કુછ તો લોગ કહેંગે સીરિયલના કલાકારો અને ટીમના સભ્યોને તેઓ કાયમ મિસ કરશે. તેમણે જણાવ્યું - આ સીરિયલ સાથે શરુઆતથી જ ઘણાં લોકો જોડાયેલા હતાં કે જેમનો પરસ્પર પણ એટલો જ લગાવ હતો.

કૃતિકા કામરાએ જણાવ્યું કે સીરિયલના દિગ્દર્શક વ્યવસાયે અને વ્યક્તિગત રીતે ખૂબ જ સારા માણસ છે. નોંધનીય છે કે કુછ તો લોગ કહેંગે સીરિયલની કહાની પાકિસ્તાની સીરિલ ધૂપ કિનારે સાથે ઘણી મળતી આવે છે અને તેનો છેલ્લો ભાગ 28મી માર્ચના રોજ રિલીઝ થશે. આ સીરિયલ 2011માં 3જી ઑક્ટોબરના રોજ શરૂ થઈ હતી કે જેમાં મોહનીશ બહેલ ડૉ. આશુતોષ માથુરની ભૂમિકામાં હતાં કે જેમના સ્થાને પછી શરદ કેલકર આવી ગયા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X