Pics : બાળકો આનંદો, આ રવિવારે જુઓ ‘હમારા હીરો શક્તિમાન’
મુંબઈ, 25 જૂન : બાળકો માટે એક સારા સમાચાર છે. તેમનો વ્હાલો શક્તિમાન પુનઃ નાના પડદે આવી રહ્યો છે. જોકે શક્તિમાન કોઈ સીરિયલ તરીકે નથી આવતો, પણ એક ટેલીફિલ્મ તરીકે 70 મિનિટ માટે નાના પડદે સાકાર થશે.
શક્તિમાન બાળકોની એક ખૂબ જ લોકપ્રિય સીરિયલ હતી અને હવે મુકેશ ખન્નાએ શક્તિમાનનો રોલ કર્યો હતો. આ સીરિયલ દ્વારા મુકેશ ખન્ના ભારતીય સુપર હીરો તરીકે ખ્યાતિ પામ્યા હતાં. મુકેશ ખન્નાએ હવે હમારા હીરો શક્તિમાન નામે એક ટેલીફિલ્મ બનાવી છે. સિત્તેર મિનિટની આ ટેલીફિલ્મ આગામી રવિવારે એટલે કે 30મી જૂનના રોજ પોગો ચૅનલ ઉપર બપોરે 12 વાગ્યે પ્રસારિત થવાની છે. હમારા હીરો શક્તિમાન ટેલીફિલ્મ છે કે જેનું નિર્માણ ભીષ્મ ઇંટરનેશલ તથા ગોલ્ડ ટેલીવિઝન નેટવર્કે કર્યું છે. આ ટેલીફિલ્મનું બજેટ એક કરોડ રુપિયા છે. તેમાં સુરેન્દ્ર પાલ કિલ્વિશ, ગુફી પેંટલ જૈકોલ તેમજ જૂનિયર શક્તિમાન નામનું પાત્ર પણ છે.
ગઈકાલે મુકેશ ખન્નાની હાજરીમાં હમારા હીરો શક્તિમાન ટેલીફિલ્મ લૉન્ચ કરાઈ :

શક્તિમાન કરતાં જુદી વાર્તા
હમારા હીરો શક્તિમાન ટેલીફિલ્મની વાર્તા શક્તિમાન કરતાં જુદી છે.

જૂનિયર શક્તિમાન
આ ટેલીફિલ્મમાં એક જૂનિયર શક્તિમાન પણ છે. ટેલીફિ્મમાં ગીતા વિશ્વાસનો રોલ પણ બદલી નંખાયો છે.

સુરેન્દ્ર પાલ કિલ્વિશ
ટેલીફિલ્મમાં શક્તિમાનમાં કિલ્વિશનો રોલ કરનાર સુરેન્દ્ર પાલ જ પુનઃ કિલ્વિશના રોલમાં છે.

ગુફી પેંટલ જૈકોલ
હમારા હીરો શક્તિમાન ટેલીફિલ્મમાં જૈકોલનો રોલ બદલી નંખાયો છે. તેમાં ગુફી પેંટલ જૈકોલનો રોલ કરી રહ્યાં છે.

પોગોએ પ્રસારણ
સિત્તેર મિનિટની આ ટેલીફિલ્મનું પ્રસારણ પોગો ચૅનલ ઉપર રવિવારે બપોરે 12.00 વાગ્યે કરવામાં આવશે. તેનું પુનઃ પ્રસારણ સાંજે 6.30 વાગ્યે કરવામાં આવશે.

બૃજમોહન પાન્ડેનું દિગ્દર્શન
હમારા હીરો શક્તિમાન ટેલીફિલ્મના નિર્માતા-લેખક-દિગ્દર્શક બૃજમોહન પાન્ડે છે કે જેમણે શક્તિમાન જેવી સીરિયલની વાર્તા લખી હતી.

એક કરોડ બજેટ
આ ટેલીફિલ્મનું નિર્માણ એક કરોડ રુપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.

પ્રથમ ભારતીય સુપર હીરો
શક્તિમાન સીરિયલ દૂરદર્શન ઉપર આવતી હતી અને આ સીરિયલ દ્વારા મુકેશ ખન્ના પ્રથમ ભારતીય સુપર હીરો તરીકે જાણીતા બન્યા હતાં.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
