મૉડેલ મિંક બ્રારની બિગ બૉસમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
મુંબઈ, 5 નવેમ્બર : કલર્સના બહુચર્ચિત શો બિગ બૉસ 6માં હવે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની શરુઆત થઈ ગઈ છે. તેમાં પ્રથમ એન્ટ્રી થઈ છે મૉડેલ કમ એક્ટ્રેસ મિંક બ્રારની. તેમણે જાહેરાત કરી છે કે તેઓ બિગબૉસ હાઉસમાં સૌને હંફાવશે. હજુ બે વધુ સભ્યોને વાઇલ્ડ કાર્ડ વડે શોમાં પ્રવેશ મળશે. મિંકને મૉડેલ કરિશ્મા કોટકના સ્થાને પ્રવેશ આપવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે મૉડેલિંગ જગતમાંથી આવનાર મિંક તાજેતરમાં જ લેસ્બિયન કિસ મુદ્દે ઘણાં ચર્ચામાં હતાં. ઇન્ટરનેટ પર એક વીડિયો અપલોડ કરાયુહતું કે જેમાં મિંકને સ્વિમિંગ પૂલમાં જ એક આફ્રિકન બાળાને કિસ કરતાં બતાવવામાં આવ્યા હતાં. તેના પછી મિંકે એમ જણાવી સનસનાટી મચાવી દીધી હતી કે બૉલીવુડના શહેંશાહ બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન સાથે કામ કરવું છે. એટલું જ નહિં તેના માટે તેઓ (મિંક) પટકથા પણ તૈયાર કરવા લાગ્યાં છે.
ખેર, સનસનાટીમચાવનાર મિંક બિગ બૉસમાં શું કરે છે, તે જાણવા માટે કલર્સ પર રાત્રે નૌ વાગ્યે જોતા રહો બિગ બૉસ સીઝન 6 સલમાન ખાન સાથે.












Click it and Unblock the Notifications
