ઇંટરનેટ ઉપર વાયરલ થયો મોના સિંહનો એમએમએસ
મુંબઈ, 29 માર્ચ : જસ્સી જૈસી કોઈ નહીં ફેમ ટેલીવિઝન કલાકાર મોના સિંહનો એમએમએસ ઇંટરનેટ ઉપર વાયરલ થઈ ચુક્યો છે. લોકો ધડાધડ આ વીડિયો ઉપર ક્લિક કરી રહ્યાં છે કે જે એક સ્માર્ટ ફોન વડે બનાવાયો છે. જો આપ આ એમએમએસ જુઓ, તો ચોંકતા નહીં, કારણ કે સેમી-ન્યુડ પૉઝિશનમાં દેખાતી યુવતી મોના સિંહ નહીં, પણ તેમની હમશકલ છે. ગુરુવાર સાજે મુંબઈમાં અચાનક મોના સિંહના એમએમએસની વાતો વહેતી થઈ.

આ ચર્ચા પ્રસરતાં જ લોકો મોના સિંહને ઇંટરનેટ ઉપર સર્ચ કરવા લાગ્યાં. સર્ચ કરતાં એક 29 સેકેંડનું વીડિયો મળ્યું કે જેમાં એક યુવતી અર્ધનગ્ન હાલતમાં એક રૂમમાંથી બીજા રૂમે જતી દર્શાવાઈ છે. આ યુવતી કૅમેરા તરફ જોઈ સ્મિત પણ કરતી હતી. વીડિયોમાં જે યુવતી છે તે આબેહુબ મોના સિંહને મળતી આવે છે. ખાસ વાત એ છે કે વીડિયોનું શીર્ષક પણ મોનાના નામે - મોના સિંહ ગો ન્યુડ છે. આ વીડિયો ઘણું નજીકથી એક સ્માર્ટ ફોન વડે ઉતારાવાયું છે.
અંગે પૂછવામાં આવતાં મોના સિંહે જણાવ્યું - હા મને ખબર છે કે એવું કોઈ વીડિયો ઇંટરનેટ પર ચાલે છે. હું આપને બતાવવા માંગીશ કે તે હું નહીં, પણ મારી કોઈ હમશકલ છે. મેં મુંબઈ પોલીસમાં વીડિયો બનાવવા અને મારા નામે ઇંટરનેટ પર મૂકવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કોઇકે મારી છબી બગાડવાનો પ્રયત્ન કર્યો છે. બીજી બાજુ મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આ કેસ સાયબર ક્રાઇમ સેલને સોંપાયો છે.
નોંધનીય છે કે મોના સિંહ હાલ સોની ટીવી ઉપર પ્રસારિત થતી સીરિયલ ક્યા હુઆ તેરા વાદામાં એક એકાંકી માતાની ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમણે આમિર ખાનની 3 ઇડિયટ્સ ફિલ્મમાં કરીના કપૂરની બહેનનો રોલ કર્યો હતો.












Click it and Unblock the Notifications
