Most Awaited TV shows : સન્ની-હની પર ભારે યુદ્ધ
મુંબઈ, 12 જૂન : ટેલીવિઝન ઉપર આવતી દરેક સીરિયલોની એક ઉંમર હોય છે. આ શો વર્ષો સુધી ભલે ચાલતા હોય, પણ એક સમય એવો આવે છે કે જ્યારે આવા શોની ટીઆરપી એટલી ઓછી થઈ જાય છે કે તેમને બંધ જ કરવાં પડે છે. જોકે કેટલાંક એવા શો પણ છે કે જેમની ઉપર સમયની અસર બહુ ઓછી કે નહિંવત પડે છે, પરંતુ મોટાભાગના શો ઉપર સમયનો માર પડે જ છે.
હાલ નાના પડદે આવતા સાસ-બહૂ, ડાન્સ શો અને રોમાંટિક જોડીઓના શો કરતાં કંઇક હટકે નવા શો શરૂ થવાના છે કે જે નાના પડદાના દર્શકોને એક નવો જ અનુભવ આપશે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે અનેક પૌરાણિક કથાઓ પર આધારિત શો શરૂ થયાં છે કે જે અંગે લોકો બહુ ઉત્સાહિત છે. આ શોએ લોકોને યુગો પહેલાની વાતો બતાવી છે કે જે દર્શકોને ગમી પણ રહી છે.
જોકે મોટાભાગના નિર્માતાઓ જાણે છે કે દર્શકો કાયમ નવીનતા ઇચ્છતા હોય છે. એટલે જ તો પૌરાણિક કથાઓ તે પછી રામાયણ હોય કે મહાભારત તેમાં નવીનતા ઉમેરીને જ રજૂ કરવામાં આવી રહી છે અને એટલે જ લોકોને ગમી રહી છે. નહિંતર મહાભારત અને રામાયણ બંને અગાઉ પ્રસારિત થઈ જ ચુકી છે. કેટલાક નિર્માતાઓ હવે કેટલાક નવા શો પણ શરૂ કરવા જઈ રહ્યાં છે. સાથે જ નિર્માતાઓએ પોતાના જૂના શોમાં કેટલોક નવો તડકો ઉમેરવાનુ પણ વિચાર્યું છે.
ચાલો સ્લાઇડર સાથે જોઇએ કે કયા-કયા શો છે કે જે નાના પડદાના દર્શકો સામે નવીનતા પિરસવા આવી રહ્યાં છે અને દર્શકોને પણ જેની ઇંતેજારી છે :

સ્પ્લિટ્સવિલા
એમટીવી સ્પ્લિસ્ટ્સવિલા 6માં શર્લિન ચોપરા દ્વારા લગાવાયેલ તડકો સીઝન 7માં વધુ હૉટ બનાવશે સન્ની લિયોન. જોઇએ કે સન્ની લિયોન કેટલી હૉટનેસ ઉમેરવામાં સફળ નિવડે છે.

યુદ્ધ
અનુરાગ કશ્યપ સાથે મળી યુદ્ધ શો દ્વારા નાના પડદે પહેલી વાર સીરિયલમાં ઉતરી રહ્યાં છે બિગ બી અમિતાભ બચ્ચન. સાથે જ દર્શકો પણ પહેલી વાર મહાનાયકને ટીવી પર કોઈ ડેલી સોપમાં જોવા આતુર છે.

રૉ સ્ટાર
હની સિંહ રૉક સ્ટાર તરીકે તો દુનિયાભરમાં જાણીતા છે, પણ હવે ટીવી પર પણ પોતાની જેમ જ કોઇક રૉ રૉક સ્ટારની શોધમાં હની સિંહ ટુંકમાં જ નજરે પડવાના છે. શો માટે ઑડિશન શરૂ થઈ ચુક્યાં છે અને લોકો આતુરતાપૂર્વક હની સિંહના રૉ સ્ટાર શોની રાહ જોઈ રહ્યાં છે.

લુક હૂઝ ટૉકિંગ
તાજેતરમાં જ કરણ જૌહરના નજીકના મિત્ર અને તેમના ટૉક શોના રાઇટરે પોતાનો ટૉક શો શૂટ કર્યો છે કે જેનું નામ લુક હૂઝ ટૉકિં છે. આ શોના પ્રથમ ગેસ્ટ છે કાજોલ.

સુષ્મિતાનો ટૉક શો
સુષ્મિતા સેને તાજેતરમાં જ એક ઇવેંટમાં જણાવ્યુ હતું કે તેઓ ટુંકમાં જ ટીવી ઉપર પોતાના ટૉક શો સાથે એન્ટ્રી કરશે. આ ટૉક શો જોવા માટે સુષ્મિતાના ફૅન્સ આતુર છે.

આશિકી તુમ સે હી
ટીવી પર આશિકી બતાવવાનો અનુભવ તો એકતા કપૂરને જ છે. હવે પોતાના શો આશિકી તુમ સે હી દ્વારા એકતા કપૂર પુનઃ આશિકી બતાવવા આવી રહ્યાં છે. આશા છે કે આ શો દર્શકોને ગમશે.

ઇન્ડિયાઝ મોસ્ટ ડિઝાયરેબલ ઑન સ્ટાર વર્લ્ડ
શ્રેષ્ટ ટીવી હોસ્ટ સાબિત થઈ ચુકેલા સિમી ગરેવાલ ટુંકમાં જ ઇન્ડિયાઝ મોસ્ટ ડિઝાયરેબલ શો લઈને ટીવી ઉપર આવી રહ્યાં છે.

સત્યમેવ જયતે
આમિર ખાનના શો સત્યમેવ જયતેની બીજી સીઝનનો પહેલો ભાગ થોડાક મહીના પહેલા જ ખતમ થયો છે અને હવે જુલાઈમાં બીજો ભાગ પ્રસારિત થનાર છે.

સચ કા સામના
સચ કા સામના વિવાદોમાં ઘેરાયેલો રહ્યો હતો. રાજીવ ખંડેલવાલ સચ કા સામના 2 લઈને ટુંકમાં જ પુનઃ હાજર થવાનાં છે.












Click it and Unblock the Notifications
