For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે પ્રીતિકા ચૌહાણ, જે ડ્રગ્ઝ ખરીદતી વખતે પકડાઈ, મા પાર્વતીના રોલથી થઈ હતી ફેમસ

એનસીબીએ ઘણી ટેલીવિઝન સીરિયલમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી પ્રીતિકા ચૌહાણની ડ્રગ્ઝ ખરીદતી વખતે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં બહાર આવેલા ડ્રગ્ઝ એંગલ બાદ ઘણા એક્ટર્સ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ ગાળિયો કસ્યો છે. હાલમાં જ એનસીબીએ ઘણી ટેલીવિઝન સીરિયલમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી પ્રીતિકા ચૌહાણની ડ્રગ્ઝ ખરીદતી વખતે ધરપકડ કરી છે. પ્રીતિકા ચૌહાણ 'દેવો કે દેવ મહાદેવ' ટીવી સીરિયલ સહિત ઘણા ચર્ચિત ટીવી શોમાં કામ કરી ચૂકી છે. એનસીબીએ પ્રીતિકાને મુંબઈના વર્સોવાથી ડ્રગ્ઝ ખરીદથી વખતે રંગેહાથ પકડી. તેની પાસે 99 ગ્રામ ગાંજો મળી આવ્યો. તે એનસીબીની કસ્ટડીમાં 8 નવેમ્બર સુધી રહેશે. રેડ દરમિયાન પ્રીતિકા સાથે 20 વર્ષના ફેઝલ નામના ડ્રગ્ઝ સપ્લાયરની પણ ધરપકડ કરવામાં આવી છે. એનસીબી પ્રીતિકાની પૂછપરછ કરી રહી છે.

કોણ છે પ્રીતિકા ચૌહાણ

કોણ છે પ્રીતિકા ચૌહાણ

પ્રીતિકા ચૌહાણ એક ટીવી અભિનેત્રી છે જે ધાર્મિક ટીવી સીરિયલ દેવો કે દેવ મહાદેવમાં મા પાર્વતીના રોલમાં દેખાાઈ હતી. 30 વર્ષની પ્રતીકા હિમાચલ પ્રદેશની મૂળ નિવાસી છે. તેણે બીટેક કર્યુ છે. તે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. 2016માં આવેલી ફિલ્મ 'ઝમેલા'માં તેણે અભિનય કર્યો હતો. પ્રતીકા સંકટમોચન મહાબલી હનુમાન, સાવધાન ઈન્ડિયા, જગ જનની મા વૈષ્ણોદેવી અને સીઆઈડી જેવા ફેમસ ટીવી શોમાં કામ કરી ચૂકી છે. પ્રતીકાનો કરિયર ગ્રાફ જોઈએ તો તે વધુ ફેમસ પોતાની ધાર્મિક ટીવી સીરિયલોથી થઈ છે.

હિમાચલની રહેવાસી છે પ્રીતિકા ચૌહાણ

હિમાચલની રહેવાસી છે પ્રીતિકા ચૌહાણ

પ્રીતિકા ચૌહાણનો જન્મ 19 માર્ચ 1990માં થયો હતો. તે હિમાચલના નાના શહેર કરસોગની છે. તેના પિતા હાકમસિંહ ચૌહાણ રાજ્ય કલ્યાણ વિભાગના નિર્દેશાલયાં જિલ્લા કલ્યાણ અધિકારી તરીકે સેવારત છે જ્યારે મા કમલા ચૌહાણ શિમલામાં બાળ વિકાસ પરિયોજના વિભાગમાં કાર્યરત છે. પ્રીતિકાને એક ભાઈ અને બહેન છે.

બાળપણથી જ પ્રીતિકાને હતો અભિનયનો શોખ

બાળપણથી જ પ્રીતિકાને હતો અભિનયનો શોખ

પ્રીતિકા ચૌહાણને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તેણે પોતાની પ્રારંભિક શિક્ષા કરસોગની ડે સ્ટાર પબ્લિક સ્કૂલથી કરી છે. ત્યારબાદ તેણે એ જ શહેરમાંથી બીટેક કર્યુ. અભ્યાસ બાદ તે એક્ટિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવી. ત્યારબાદ તેણે ઘણી ટીવી સીરિયલો અને ફિલ્મો માટે ઑડિશન આપ્યા. કરિયરની શરૂઆત ટીવી સીરિયલ સંકટમોચન મહાબલી હનુમાનથી કરી. આ શોમાં મા સરસ્વતીની ભૂમિકામાં હતી. ત્યારબાદ સીઆઈડી, સાવધાન ઈન્ડિયા, જગ જનની મા વૈષ્ણોદેવીમાં નાની ભૂમિકાઓમાં દેખાઈ. પ્રીતિકાએ મોટાભાગે પૌરાણિક સીરિયલોમાં કામ કર્યુ છે. તે છેલ્લી વાર સંતોષી મા- સુનાએ વ્રત કથાએમાં મા પાર્વતીના રોલમાં દેખાઈ છે.

Pics: જુઓ નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નના સુંદર ફોટાPics: જુઓ નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નના સુંદર ફોટા

English summary
Mumbai: Know everything about Preetika Chauhan who is arrested by NCB while buying drugs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X