આનંદી તરીકે હવે સ્વીકારાઈ રહી છું : તોરલ
મુંબઈ, 22 મે : કલર્સની સુપર હિટ સીરિલય બાલિકા વધુમાં આનંદીની ભૂમિકા ભજવતાં પ્રત્યુષા બૅનર્જીનું સ્થાન લેનાર તોરલ રાસપુત્રાને ખુશી છે કે આખરે લોકોએ તેનો આનંદી તરીકે સ્વીકાર કરી લીધો.

તોરલે જણાવ્યું કે કાશ્મીરમાં શૂટિંગ દરમિયાન પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ તેમને મળી તેમના કામના વખાણ કર્યાં. તેઓ પ્રથમ વાર સેટની બહાર શૂટિંગ કરવા ગયા હતાં અને લોકોએ તેમનું કામ વખાણ્યું કે જે એક હકારાત્મક વાત છે.
તોરલ રાસપુત્રા ગત 4થી માર્ચના રોજ પ્રત્યુષા બૅનર્જીના સ્થાને આનંદી તરીકે બાલિકા વધુ ટેલીવિઝન સીરિયલમાં આવ્યા હતાં. 2010માં પ્રત્યુષા બૅનર્જી આનંદીની ભૂમિકામાં બાળ કલાકાર અવિકા ગોરના સ્થાને પુખ્ત આનંદી બની આવ્યા હતાં. આ સીરિયલ બાળ લગ્ન તથા તેના દુષ્પરિણામો અંગેની વાર્તા કહે છે.












Click it and Unblock the Notifications
