આનંદી બનતાં જ પડી ગયાં તોરલ રાસપુત્રા...
મુંબઈ, 8 માર્ચ : કલર્સના બહુચર્ચિત શો બાલિકા વધુમાં આજકાલ લોકો નવી આનંદીને જોઈ રહ્યાં છે કે જેમણે પ્રત્યુષા બૅનર્જીના સ્થાને શોમાં એન્ટ્રી કરી છે. આ નવી આનંદી બન્યાં છે તોરલ રાસપુત્રા.

મળતી માહિતી પ્રમાણે નવી આનંદી લોકોને ગમવા પણ લાગી છે. હવે તે લોકોને કેટલી અને ક્યાં સુધી ગમે છે, તે તો આવનારો સમય જ બતાવશે કે જ્યારે શોની ટીઆરપી રિપોર્ટ આવશે. હાલ તો આનંદી બનવું તોરલ રાસપુત્રા માટે ઘણો તકલીફદાયક સાબિત થઈ રહ્યું છે.
બાલિકા વધુના સેટ ઉપરથી મળતી માહિતી પ્રમાણે શોના શૂટિંગ વખતે આનંદીએ લહેંગો પહેરી ગંગાના બાળક મન્નૂને ખોળે લઈ ભાગવુ હતું. વાર્તા મુજબ ગંગાનો ક્રૂર પતિ રતન સિંહ તેનો પીછો કરી રહ્યો છે, પરંતુ અંજાર-કચ્છની તોરલ રાસપુત્રાએ જેવું જ બાળકને ઉપાડી દોડવું શરૂ કર્યું કે તેઓ ધડામ કરી પડી ગયાં. તેમનો લહેંગો તેમના પગે ફસાઈ ગયો અને તેઓ ધડામ કરી નીચે પડી ગયાં. સારૂં છે કે તોરલને વધુ ઇજાઓ ન પહોંચી.
થોડીક વાર આરામ કર્યા બાદ તોરલે પુનઃ શૂટિંગ શરૂ કર્યું. આપને જણાવી દઇએ કે જે સીન કરવામાં તેઓ પડી ગયા હતાં, તે સીન આજે રાત્રે શોમાં પ્રસારિત થશે. તેથી જો આપ તોરલની મહેનતને જોવા માંગતાં હોવ, તો આજે કલર્સ ચૅનલે રાત્રે આઠ વાગ્યે જરૂર જોજો બાલિકા વધુ.












Click it and Unblock the Notifications
