નિયા શર્મા - ગ્લેમરસ, બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ, તેના દરેક અંદાજ પર છે ફેન્સ ફિદા - જુઓ PICS

ગ્લેમરસ, સુંદર, બોલ્ડ અને દમદાર અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવનાર નિયા શર્માએ 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મમદિવસ સેલિબ્રેટ કર્યો.

ગ્લેમરસ, સુંદર, બોલ્ડ અને દમદાર અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવનાર નિયા શર્માએ 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. તેણે ટીવીની દુનિયામાં ઘણા સમય સુધી સુંદર કામ કર્યુ છે. માટે તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. નિયાને એશિયાની ટૉપ-50 સેક્સી મહિલાઓમાંની એક હોવાનો ખિતાબ પણ મળી ચૂક્યો છે. હાલમાં જ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી - મેડ ઈન ઈન્ડિયા' જીતીને નિયા સમાચારોમાં છવાઈ હતી.

રિયલ લાઈફ માટે પણ ઘણી ચર્ચામાં

રિયલ લાઈફ માટે પણ ઘણી ચર્ચામાં

નિયા ટેલીવિઝનની એ અભિનેત્રીઓમાંની છે જે પોતાની સીરિયલ અને દમદાર ભૂમિકાઓથી અલગ રિયલ લાઈફ માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ નિયા ઘણી એક્ટિવ છે અને ફેન્સ તેના દિવાના છે. આ લુક્સ વર્ષો સુધી ચર્ચામાં રહ્યો છે. વળી, નિયા સામાજિક મુદ્દાઓ પર પણ પોતાના મંતવ્ય આપતી રહે છે. સુશાંત સિંહ રાજપૂત કેસ માટે પણ નિયાએ નિવેદનો આપ્યા છે. આજે આ સુંદર અભિનેત્રીના ફોટા સાથે તેની સાથે જોડાયેલી વાતો પણ શેર કરીએ છીએ.

બદલી દીધુ નામ

બદલી દીધુ નામ

નિયાનુ રિયલ નેમ નેહા શર્મા હતુ. પરંતુ નેહા નામ કૉમન હોવાના કારણે તેણે પોતાનુ નામ નિયા કરી દીધુ. દિલ્લીમાં પેદા થયેલી આ અભિનેત્રીએ માસ કમ્યુનિકેશન્સમાં સ્નાતક કર્યુ છે.

ટીવી પર ડેબ્યુ

ટીવી પર ડેબ્યુ

2010માં નિયાએ સીરિયલ 'કાલી એક અગ્નિપરીક્ષા'થી ટીવી પર ડેબ્યુ કર્યુ. ત્યારબાદ તેણે સીરિયલ બહનેમાં એક્ટિંગ કરી. 2011માં નિયાની એક સીરિયલ આવી, 'એક હજારો મે મેરી બહેના' હે. આ સીરિયલથી તેને ઘણી ઓળખ મળી.

નાગિન

નાગિન

ત્યારબાદ નિયા ઝી ટીવીની સીરિયલ 'જમાઈ રાજા'માં જોવા મળી. જ્યાં તેની અને રવિ દૂબેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી. પછી 'નાગિન' સીરિયલે તેને અલગ ઓળખ આપી. આ ઉપરાંત નિયા રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'નો પણ હિસ્સો રહી ચૂકી છે.

સેક્સી લેડી

સેક્સી લેડી

નિયા શર્માને એશિયાની ત્રીજી સૌથી સેક્સી લેડી હોવાનુ ટેગ પણ મળી ચૂક્યુ છે. બ્રિટનના ઈસ્ટર્ન આઈ વર્તમાનપત્ર તરફથી જારી ટૉપ 50 સેક્સી એશિયાઈ મહિલાઓની યાદીમાં નિયાને વર્ષ 2016માં ત્રીજુ અને 2017માં બીજુ સ્થાન મળ્યુ હતુ.

વેબ સીરિઝમાં મૂક્યો પગ

વેબ સીરિઝમાં મૂક્યો પગ

2017માં નિયાએ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં લીડ એક્ટ્રેસની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ તે ખતરો કે ખિલાડીમાં પણ દેખાઈ. નિયાને પોતાના બોલ્ડ અવતાર માટે ઘણી લોકપ્રિયતા મળી. તેણે ટેલીવિઝનની હૉટ એન્ડ બોલ્ડ અભિનેત્રી તરીકે પોતાની અલગ ઓળખ બનાવી.

સોશિયલ મીડિયા પર તહેલકો

સોશિયલ મીડિયા પર તહેલકો

નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો માટે ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. જો કે ક્યારેક બોલ્ડ ફોટાના કારણે તે ટ્રોલ પણ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X