કૅમેરા સામે ગભરાય નહિં, તે સારો અભિનેતા નથી : આશિષ શર્મા
મુંબઈ, 18 જૂન : ટેલીવિઝન કલાકાર આશિષ શર્મા કહે છે કે બહેતરીન અભિનય માટે કલાકારોમાં પોતાની રજુઆત અંગે થોડો ગભરાટ તો હોવો જ જોઇએ. આશિષ ટીવી સીરિયલ રબ સે સોણા ઇશ્કમાં રણવીરની ભૂમિકા ભજવી ચુક્યાં છે.

બૉલીવુડ અભિનેતા અનુપમ ખેર સંચાલિત એક્ટર પ્રિપૅર્સ ઇંસ્ટીટ્યૂટમાંથી અભિનયની તાલીમ લઈ ચુકેલાં આશિષ કહે છે - જ્યારે પણ આપ કોઈ દૃશ્યનું શૂટિંગ કરતાં હોવ, તો ગભરાટ થતા આપ લાગણીશીલ બની જાઓ છે અને તે આપના અભિનય માટે ફાયદાકારક હોય છે. તેમણે એકેડેમીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું - જો આપને જરાય ગભરાટ ન થતો હોય, તો આપ સારા અભિનેતા નથી.
આશિષ શર્માએ પોતાના અભિનય કૅરિયરની શરુઆત ગુનાહોં કા દેવતા સીરિયલથી કરી હતી અને ચંદ્રગુપ્ત મૌર્યમાં મુખ્ય ભૂમિકા ભજવી પોતાના અભિનય કૌશલ્યને સાબિત કર્યો હતો. તેમણે દિબાકર બૅનર્જી દિગ્દર્શિત લવ સેક્સ ઔર ધોખા ફિલ્મમાં પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે.
તેમણે જણાવ્યું - ગભરાટ ત્યારે પણ થશે કે જ્યારે આપ અભિનય કરતાં-કરતાં 50 વરસના થઈ જશો. અનુપમ ખેરને જ પૂછી લ્યો. આપ જ્યારેય કૅમેરા સામે હશો, આપને ગભરાટ જરૂર થશે, પણ આપ બહેતરીન પરફૉર્મ કરી શકશો.












Click it and Unblock the Notifications
