OMG : આખરે તુટી ગઈ કરણ-જેનિફરની જોડી...
મુંબઈ, 30 નવેમ્બર : અને આવી ગયો અંત. બહુચર્ચિત યુગલ જેનિફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવર ફાઇનલી જુદા થઈ રહ્યા છે. સરસ્વતીચંદ્ર ફૅમૉ જેનિફર તથા કુબૂલ હૈ ફૅમ કરણે પોતાના લગ્ન જીવનનો ફાઇનલી અંત આણી દીધો છે.
કરણ સિંહ ગ્રોવર લૅડીઝ મૅન તરીકે કુખ્યાત છે. તેમના લુક્સ અને સેક્સ અપીલ્સના કારણે ઘણા વિવાદો ઊભા થતા રહ્યા છે અને આ જ કારણ છે કે તેમનું લગ્નજીવન ભાંગી પડ્યું છે.
જેનિફર વિંગેટ સાથે લગ્ન કરતા પહેલા કરણ સિંહ ગ્રોવરે શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા. કરણ-શ્રદ્ધાના છુટાછેડાનું કારણ પણ કરણનું તેમના કોરિયોગ્રાફર સાથેનું અફૅર હતું. કરણ વિશે બધુ જાણતા હોવા છતાં જેનિફરે વર તરીકે કરણની પસંદગી કરી અને અત્યાર સુધી લગ્ન જીવન ટકાવી રાખ્યું.
સૂત્રોએ જણાવ્યું કે જેનિફરે લગ્ન જીવન જાળવી રાખવાના પુરતા પ્રયત્નો કર્યા, પરંતુ કહે છે કે કરણે સ્પષ્ટ કહ્યું કે તેઓ લગ્ન સંસ્થામાં વિશ્વાસ નથી ધરાવતાં. જેનિફર આ વાતથી અપસેટ અને સ્તબ્ધ છે. તેમના પ્રવક્તાએ કહ્યું કે જેનિફર વિંગેટ હાલમાં કુણાલ કોહલીની ફિલ્મ ફિર સેના શૂટિંગમાં વ્યસ્ત છે. તેઓ લંડનમાં છે કે જ્યાં શૂટિંગ ચાલી રહ્યું છે.

કરણ-જેનિફર
સરસ્વતીચંદ્ર ફૅમ કરણ સિંહ ગ્રોવર તથા કુબૂલ હૈ ફૅમ જેનિફર વિંગેટે ફાઇનલી પોતાના સંબંધો વિચ્છેદ કરી નાંખ્યા છે.

કરણ-જેનિફર
કરણ સિંહ બેવફાઇ માટે જાણીતા છે. જેનિફરે અત્યાર સુધી લગ્ન ટકાવી રાખવાના તમામ પ્રયત્નો કર્યાં.

કરણ-શ્રદ્ધા
જેનિફર સાથે લગ્ન કરતા પહેલા કરણે શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ બંનેનું લગ્ન જીવન માત્ર 10 જ માસ ટકી શક્યુ હતું.

જેનિફરની ફિલ્મ
જેનિફર વિંગેટ હાલમાં લંડન ખાતે ફિર સે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમણે કોઈને પણ ડિસ્ટર્બ નહીં કરવાની પરવાનગી આપી નથી. તેમણે પોતાની નિજતા જાળવી રાખવાની વિનંતી કરી છે.

ફૅન્સની શુભેચ્છા
કરણના માતા-પિતાએ કરણ-જેનિફરના લગ્ન જીવમાં શાંતિ લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા મળી નહીં. બંનેના ફૅન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે કે આ જોડી સલામત રહે.












Click it and Unblock the Notifications
