બૉલીવુડ ફિલ્મોમાં વિદેશીઓની છબી અંગે ખુશ નથી ફિરંગી બહુ!

મુંબઈ, 9 નવેમ્બર : ડચ અભિનેત્રી સિપ્પોરા ઝૌટેવેલીએ ભારતીય સિને જગતમાં પગલુ મૂકવા માટે ફિલ્મોના સ્થાને ટેલીવિઝનની પસંદગી કરી, કારણ કે તેમને લાગે છે કે હિન્દી ફિલ્મોમાં વિદેશીઓ હંમેશા યોગ્ય નથી દર્શાવાતી. સિપ્પોરાએ આઈએએનએસ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું - મને લાગે છે કે હિન્દી ફિલ્મોમાં વિદેશીઓની જે છબી દર્શાવાય છે, તે યોગ્ય નથી હોતી.

firangibahu
સિપ્પોરાએ જણાવ્યું - જે રીતે અહીંના ફિલ્મકારો પોતાની ફિલ્મોમાં વિદેશીઓને દર્શાવે છે, તે મને પસંદ નથી. વિદેશીઓને અહીં ઉત્તેજક તથા વધુ બોલકણા દર્શાવાય છે. ભારતીય સમાજની સરખામણીમાં નૈતિકતની કક્ષાએ તેમને ખૂબ જ નીચુ ચિતરવામાં આવે છે, પણ મારો પરિવાર રુઢિવાદી છે અને અમે લગભગ ભારતીયો જેવા જ છીએ.

હૉલૅન્ડના નાનકડા શહેર કુલેમબર્ગના નિવાસી સિપ્પોરાને શરુઆતથી કળા ક્ષેત્રમાં રસ હતો. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે બૉલીવુડ નૃત્ય શૈલી શીખવાનું શરૂ કર્યું અને તેના ઘેલા થઈ ગયાં. સિપ્પોરા હૉલેન્ડથી મુંબઈ આવી ગયાં અને અહીં ડાન્સ ટ્રેનર સરોજ ખાનના સંરક્ષણમાં ડાન્સ શીખવાનું શરૂ કર્યું. વિદેશી કલાકારો માટે ભારતીય મનોરંજન જગતમાં ભાષાકીય મુશ્કેલીઓ હમેશા હોય છે. સિપ્પોરા પણ સંઘર્ષ કરી રહ્યાં છે અને હિન્દી શીખવા માટે મહેનત કરે છે. તેમણે જણાવ્યું - બોલીની સમસ્યા એટલી નથી, પણ ઉચ્ચારણની બાબતમાં થોડીક મુશ્કેલીઓ છે. હું દરેક સાથે હિન્દીમાં વાત કરુ છું અને પોતાની હિન્દી બહેતર કરવાનો પ્રયત્ન કરુ છું.

સિપ્પોરા ઝૌટેવેલી ટુંકમાં સહારા વન ચૅનલ ઉપર શરૂ થનાર પોતાની પ્રથમ હિન્દી સીરિયલ ફિરંગી બહુમાં નજરે પડનાર છે. આ સીરિયલમાં સિપ્પોરા એક ગુજરાતી ભારતીય પરિવારની વિદેશી વહુની ભૂમિકામાં નજરે પડશે. ફિરંગી બહુ શ્રેણી આગામી 11મી નવેમ્બરથી શરૂ થનાર છે. સીરિયલના અન્ય કલાકારોમાં ઇંદિરા કૃષ્ણન, પ્રણોતી પ્રધાન, દીપમાલા પરમાર, દિલીપ દરબાર, હેતલ પૂણીવાળા, પરેશ ભટ્ટ તથા રોહિત ભારદ્વાજનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X