પ્રત્યુષા નહીં, હવે તોરલ હશે બાલિકા વધુની આનંદી
મુંબઈ, 28 ફેબ્રુઆરી : કલર્સના લોકપ્રિય બાલિકા વધુ શોના દરેક એપિસોડ સાથે લોકો પોતાનું જોડાણ અનુભવે છે. એટલે જ છેલ્લા ઘણા વખતથી આ શો નંબર વન ઉપર છે. આ શોના મુખ્ય પાત્ર આનંદી તો સૌની માનીતી છે. જ્યારે નાનકડી આનંદી એટલે કે અવિકા ગોરે શો છોડ્યો અને શોએ પાંચ વર્ષનો લીપ લીધો, ત્યારે પણ બાલિકા વધુ તમામ મુખ્ય ન્યુઝ ચૅનલોની હૅડલાઇન બની હતી.

પરંતુ અવિકા ગોર જતાં અને નવી આનંદી એટલે કે પ્રત્યુષા બૅનર્જી આવવાં છતાં શોએ પોતાની ઝડપ છોડી નહીં અને આજે પ્રત્યુષા બૅનર્જી આજે ટેલીવિઝનની દુનિયાનું સૌથી મોટું નામ બની ગયાં છે, પરંતુ તે જ પ્રત્યુષા હવે બે દિવસ બાદ શોમાં નજરે નહીં પડે. એટલે કે તેઓ બાલિકા વધુ છોડી રહ્યાં છે. હવે તેમનું સ્થાન તોરલ રાસપુત્રા લેનાર છે.
પ્રત્યુષા બૅનર્જીએ આ અંગે જણાવ્યું કે તેઓ પોતાના આરોગ્ય તેમજ પારિવારિક કારણોથી શો છોડી રહ્યાં છે, કારણ કે તેઓ ડેલી સોપના કારણે પોતાના ઘરને સમય નથી આપી શકતાં. તેમના માતા બીમાર છે, તો બીજી બાજુ પ્રોડક્શન હાઉસવાળાઓ તરફથી કહેવાયું છે કે તેઓ પ્રત્યુષાના વ્યવહારથી નારાજ છે. તેથી તેમને બદલવાનું નક્કી કરાયું છે.
ચર્ચા તો એમ પણ છે કે પ્રત્યુષાને બૉલીવુડમાંથી અનેક ઑફર્સ મળી રહી છે કે જેથી તેમણે આ શો છોડ્યો છે. ખેર, ટેલીવિજનની દુનિયામાં પાત્રોના ચહેરાઓ બદલવા કોઈ નવી વાત નથી. થોડાંક દિવસ અગાઉ સ્ટાર પ્લસના જાણીતા શો સાથ નિભાના સાથિયાની ગોપી વહુ પણ બદલાઈ ગયાં. ક્યારેક ગોપીનો રોલ કરનાર અભિનેત્રી ઝિયા માણિક શોના ટીઆરપી ગણાતા હતાં, પરંતુ તેમના ગયા પછી પણ ટીઆરપીને કોઈ અસર થઈ નથી. તથે એક વાત સાબિત થાય છે કે લોકો પાત્રોને પસંદ કરે છે, નહિં કે ચહેરાઓને. જોકે બાલિકા વધુન અન્ય પાત્રો ગહેના, સુગણા અને શ્યામ અગાઉ જ ચેંજ થઈ ચુક્યાં છે.












Click it and Unblock the Notifications
