Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : બિગ બૉસમાં આવતા પહેલા પ્રત્યુષાનો હોબાળો, કહ્યું બૉયફ્રેન્ડે માર્યો!

મુંબઈ, 5 સપ્ટેમ્બર : બિગ બૉસમાં દર વર્ષે આવતી સેલિબ્રિટીઓ કંઇક એવો હોબાળો કરીને આવે છે કે જેથી અંદર આવ્યા બાદ તેમને લોકોના વધુમાં વધુ વોટ મળે અને સાથે જ તેમની પાસે કંઇક મુદ્દો હોય બિગ બૉસના ઘરની અંદર વાત કરવા માટે. કોઇક એવો ટૉપિક કે જે અંગે સાંભળવા માટે દર્શકો પણ આતુર હોય અને બિગ બૉસ જોવા બેસી જાય. તેથી શોની ટીઆરપીની સાથે-સાથે સ્પર્ધકની ટીઆરપી પણ ખૂબ વધે છે. એવા સ્પર્ધકો કે જેમની પર્સનલ લાઇફ અંગે દર્શકોમાં સહાનુભૂતિ હોય, તેમને જ શો દરમિયાન સૌથી વધારે સમય સુધી અંદર રાખવામાં આવે છે અને તેમને જ સૌથી વધુ વોટ પણ મળે છે.

ટેલીવિઝન અભિનેત્રી પ્રત્યુષા બૅનર્જી આ બાબતથી સારી રીતે વાકેફ છે. એટલે જ બિગ બૉસમાં પોતાના નામની જાહેરાત બાદ બૉયફ્રેન્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોતાના માટે દર્શકોની સહાનુભૂતિ એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પ્રત્યુષા બાલિકા વધુ ટેલીવિઝન શોમાં મેન લીડ રોલ આનંદીનો કરી રહ્યા હતાં, પરંતુ પછીથી તેમણે આ શો છોડી દીધો. પ્રત્યુષાનું નામ બિગ બૉસ 7 માટે સિલેક્ટ થયો છે અને તાજેતરમાં જાહેર કરાયેલી યાદીમાં પણ તેમનું નામ છે.

હવે ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે પ્રત્યુષાએ પોતાના બૉયફ્રેન્ડ મકરંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમની સાથે મારઝૂડ કરે છે અને તેમની સાથે ખોટી રીતે વ્યવહાર પણ કરે છે. આ રિપોર્ટ મુજબ પ્રત્યુષાએ એમ પણ જણાવ્યું છે કે ઘણા વખતથી અમે બંને મળ્યા પણ નથી, જ્યારે કેટલાંક દિવસ અગાઉ પ્રત્યુષા પોતાના બૉયફ્રેન્ડ સાથે દિલ્હીમાં પોતાના મિત્રના લગ્નમાં દેખાયા હતાં. પ્રત્યુષાની આ પોલીસ ફરિયાદ અંગે ખૂબ હોબાળો થયો.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

પ્રત્યુષાએ નોંધાવી ફરિયાદ

પ્રત્યુષાએ નોંધાવી ફરિયાદ

પ્રત્યુષાએ મુંબઈના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના બૉયફ્રેન્ડ મકરંદે તેમને શારીરિક રૂપ સે ત્રાસ આપવાની કોશિશ કરી અને સાથે જ દુર્વ્યવહાર પણ કર્યો.

ઘણા વખતથી મળી નથી

ઘણા વખતથી મળી નથી

પ્રત્યુષાએ કહ્યું કે તેઓ ઘણા વખતથી મકરંદને મળ્યાં નથી, પરંતુ થોડાક દિવસ અગાઉ પોતાના મિત્રના લગ્નમાં બંને સાથે દેખાયા હતાં.

મકરંદે પણ નોંધાવી ફરિયાદ

મકરંદે પણ નોંધાવી ફરિયાદ

બીજી બાજુ મકરંદે પણ પ્રત્યુષા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પ્રત્યુષાની ફરિયાદ ખોટી છે.

બિગ બૉસ માટે હોબાળો

બિગ બૉસ માટે હોબાળો

બિગ બૉસમાં પોતાનું સિલેક્શન થતાં પ્રત્યુષાએ જાણી જોઈને હોબાળો મચાવ્યો હોય, તેવું લાગે છે.

પ્રત્યુષા-મકરંદને પબ્લિસિટીની લાલસા

પ્રત્યુષા-મકરંદને પબ્લિસિટીની લાલસા

કહે છે કે પ્રત્યુષા અને મકરંદ બંનેને સમાચરોમાં રહેવાની લાલસા છે. એટલે જ બંને આ પ્રકારનો હોબાળો કરી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X