પ્રત્યુશા બેનર્જી Suicide: જાણો શું કહ્યું સલમાનથી લઇને કરણ જોહરે
ફેમસ શો બાલિકા વધુમાં આનંદીનો રોલ કરનારી પ્રત્યુશા બેનર્જીએ આત્મહત્યા કરી લિધી. આ ખબર ચોકાવી નાખે તેવી છે બાલિકા વધુની આનંદી બની દરેક ઘરમાં અને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી ચુકેલી પ્રત્યુશા બેનર્જીની આત્મહત્યાથી બધાને સદમો લાગ્યો છે.
પ્રત્યુશા બેનર્જી ઘણા વર્ષોથી ટીવી સાથે જોડાયેલી છે બાલિકા વધુ, ઝલક દિખલા જા, બીગ બોસ 7 અને ઇતના કરો ના મુજે પ્યાર જેવા ટીવી શો માં તે દેખાઈ ચુકી છે. આ રીતે એકદમ તેની આત્મહત્યાની ખબર ચોકાવી નાખે તેવી છે. ઘણા લોકોએ ટ્વિટ કરીને તે બાબતે દુખ વ્યક્ત કર્યું છે.
તો જાણો કોને શું કહ્યું ..

કરણ જોહર
ઘણું જ ખરાબ થયું.. આ એ પરિવાર અને મિત્રો માટે સંકેત છે જે ડિપ્રેસનને એક બીમારી નથી સમજતા.

ગોહર ખાન
આ ખબરથી ઘણું જ દુખ થયું છે. પ્રત્યુશા ખુબ જ પ્યારી છોકરી હતી.

પૂજા બત્રા
આ ખબરથી સદમામાં છુ. બાલિકા વધુ અભિનેત્રી પ્રત્યુશા બેનર્જીએ આત્મહત્યા કરી લિધી.

ઉર્વશી ધોળકિયા
ઉર્વશી ધોળકિયાએ પણ પ્રત્યુશા બેનર્જીની મૌત પર દુખ વ્યક્ત કર્યું છે.

કીકુ શારદા
બાલિકા વધુ અભિનેત્રી પ્રત્યુશા બેનર્જીએ આત્મહત્યા કરી લિધી.. કેમ.. કેમ.. કેમ.. સાંભળીને દુખ થયું.

સંગ્રામ સિંહ
ભગવાન તેની આત્માને શાંતિ આપે.

આમીર અલી
હું આશા રાખું કે આ અપ્રિલ ફૂલ જોક હોઈ પરંતુ આ હકીકત છે.

અનુપમ ખેર
આ ખબરથી ખુબ જ દુખી છુ. ભગવાન તેની આત્માને શાંતિ આપે.

સલમાન ખાન
સલમાન ખાનને જયારે આ વાતની ખબર મળી ત્યારે તે હેરાન થઇ ગયા. તેને આ વાત પર અફસોસ વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
