For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માતૃત્વ ધારણ કરવાની તૈયારી કરતાં પ્રીતિ પુરી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 એપ્રિલ : ટેલીવિઝન સ્ટાર પ્રીતિ પુરી માતૃત્વ ધારણ કરવાની તૈયારી માં છે. તેઓના લગ્નના ત્રણ વરસ થઈ ચુક્યાં છે અને હવે તેઓ માતા બનવા માંગે છે. નવ વર્ષના પોતાની ટેલીવિઝન સફરમાં પ્રીતિ અત્યાર સુધી કસૌટી ઝિંદગી કી, ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી અને કહીં તો હોગા સહિત અનેક શ્રેણીઓમાં કામ કરી ચુક્યાં છે.

preetipuri

સનશાઇન પ્રોડક્શનના પ્રમુખ (ઑપરેટિંગ) વિપિન ચૌધરીના અર્ધાંગિની પ્રીતિ પુરીએ આઈએએનએસ ન્યુઝ એજંસીને જણાવ્યું - હું આવતા વર્ષે માતા બનવાની તૈયારી કરીશ. મારા લગ્નને ત્રણ વરસ પૂર્ણ થઈ ગયાં છે. હવે મારી ઉપર પરિવારનું દબાણ છે. આજ કી હાઉસવાઇફને પણ એક વર્ષ પૂર્ણ થઈ જશે. તે લોકો પણ જાણે છે કે હું આવતા વર્ષે માતા બનવાની તૈયારી કરી રહી છું.

પ્રીતિ પુરીએ જણાવ્યું - નવ વરસની અભિનય યાત્રામાં હું પ્રથમ વાર હાસ્ય શ્રેણીમાં કામ કરી રહી છું. તેમણે જણાવ્યું - હું મોટા પડદે પણ કામ કરવા માંગુ છું. અભિનયમાં પગલા મૂક્યા બાદ મેં છ ફિલ્મોમાં કામ કર્યું છે. આજકાલ અનેક લોકો ટેલીવિઝની ફિલ્મો તરફ રુખ કરી રહ્યાં છે.

English summary
Preeti Puri all set to start family next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X