એક્ટિંગ બાદ પ્રિયા પ્રકાશનું સિંગિંગ ડેબ્યૂ, જુઓ Video
એક્ટિંગ બાદ પ્રિયા પ્રકાશનું સિંગિંગ ડેબ્યૂ, જુઓ Video
નવી દિલ્હીઃ વર્ષ 2018માં પોતાના એક વીડિયોથી ઈન્ટરનેટ સેંસેશન બની ગયેલ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર ફરી એકવાર ચર્ચામાં આવી છે. જણાવી દઈએ કે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વખતે પોતાની એક્ટિંગ નહિ બલકે સિંગિંગ ડેબ્યૂનો વીડિયો વાયરલ થયો છે. પ્રિયા પ્રકાશ વાયરિયરે એક રોમાંટિક ગીતને પોતાનો અવાજ આપ્યો છે. તેમણે પોતાના સિંગિંગ દરમિયાનનો એક વીડિયો શે ક્યો છે, જેને તેના ફેન્સ ભારે પસંદ કરી રહ્યા છે. એટલું જ નહિ, તેમનો આ વીડિયો ગણતરીની કલાકોમાં લાખો લોકોએ જોઈ લીધો છે.

સિંગિંગ ડેબ્યૂમાં પણ પ્રિયા પ્રકાશ છવાઈ
મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો આંખોથી ઈશારો કરવાનો એક વીડિયો 2018માં સામે આવ્યો હતો. આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી. એકલા આ વીડિયોને કારણે જ પ્રિયા 2018માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવનાર એક્ટ્રેસ બની ગઈ હતી. મલયાલમ ફિલ્મ ઉરુ ઉદાર લવના એ વીડિયોથી છવાયેલ પ્રિયા પ્રકાશનો ફરીથી એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. તેમનો આ વીડિયો તેમના સિંગિંગ ડેબ્યૂનો છે.

પ્રિયા પ્રકાશનું રોમાંટિક ગીત
પ્રિયા પ્રકાશ વારિયર પોતાની અપકમિંગ ફિલ્મ 'ફાઈનલ્સ'ની તૈયારીમાં લાગી ગઈ છે. આ ફિલ્મમાં પ્રિયા એક રોમાંટિક ગીત ગાતી જોવા મળશે. તેમણે પોતાના આ ગીતની એક ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જોતા જ પ્રિયાનો આ સિંગિંગ વીડિયો વાયરલ થઈ ગયો છે. માત્ર ગણતરીની કલાકોમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. એક દિવસમાં તેના સિંગિંગ વીડિયોને 8 લાખ 77 હજારથી વધુ લોકોએ જોઈ લીધો. એટલું જ નહિ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બાદ તેમના વીડિયો પર ફેન્સ ભારે કોમેન્ટ્સ કરી રહ્યા છે.
|
આ છે પ્રિયા પ્રકાશનો નવો વીડિયો
પ્રિયા પ્રકાશ વારિયરે પોતાના ઈન્સ્ટાગ્રામ લિંગ પર વીડિયો શેર કરતા લખ્યું, 'હું દિલથી બધાનો આભાર માનવા માગું છું કે તમે મારા પહેલા પ્રયાસને આટલો પ્રેમ આપ્યો.' તેમનો આ રોમેન્ટિક ટ્રેકની મઝાવિલૂ પોલ નિર્દેશક પીઆર વરૂણની ફિલ્મ ફાઈનલ્સની એક ક્લિપ છે. પ્રિયા પ્રકાશે આ ગીતને નરેશ અય્યર સાથે મળીને ગાયું છે. આ ગીતને કૈલાશ મેનને કમ્પોઝ કર્યું છે અને આ ગીતને શ્રીરેખા ભાસ્કરન દ્વારા લખવામાં આવ્યું છે.

1 દિવસમાં 8 લાખ લોકોએ વીડિયો જોયો
પ્રિયા પ્રકાશ વાયરિયના નવા વીડિયો ગીતના રેકોર્ડિંગ દરમિયાનનો છે. જેને જોઈને કહેવું ખોટું નહિ હોય કે પ્રિયા ફરી એકવાર લોકોના દિલ જીતવાની તૈયારી કરી રહી છે. હાલ વીડિયોમાં પ્રિયાનો સુરીલો અવાજ સૌને એટલો દિવાનો બનાવી રહ્યો છે કે ગી આવતા પહેલા જ આ હિટ થવા લાગ્યું છે. જણાવી દઈએ કે અગાઉ તેમણે મલયાલમ ફિલ્મ ઉરુ ઉદાર લવથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મના એક સીનથી તે રાતોરાત ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
