પુનઃ શરૂ થશે ‘પુનર્વિવાહ એક નઈ ઉમ્મીદ’
મુંબઈ, 9 મે : ઝી ટીવીની લોકપ્રિય સીરિયલ પુનર્વિવાહ પુનઃ એક વાર નવા કલેવર સાથે ટુંકમાં જ શરૂ થશે. સીરિયલની વાર્તા અને પાત્રો નવા હશે.

ઝી ટીવી એંટરટેનેમેંટ પ્રાઇવેટ લિમિટેડના કંટેંટ હૅડ અજય ભલગાંવકરનું કહેવું છે - અમે નહોતા ઇચ્છતાં કે જૂની વાર્તાને બિનજરૂરી રીતે લંબાવાય. તેથી અમે ‘પુનર્વિવાહ એક નયી ઉમ્મીદ’ ટાઇટલ હેઠળ નવી સીરિયલ શરૂ કરી છે. અગાઉ ગુરમીત ચૌધરી તથા કૃતિકા સેંગર દ્વારા ભજવાલેય પાત્રોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતાં કે જેમાં મુખ્ય પાત્ર યશ અને આરતી હતાં, જ્યારે આગામી ભાગની વાર્તા બે પરિવારોની આસપાસ ફરે છે.
અજય ભલગાંવકરનું કહેવું છે કે રીમૅરેજ એક એવું રસપ્રદ કૉન્સેપ્ટ છે કે જેના દ્વારા સ્ત્રી-પુરુષ સંબંધોના અનેક પાસાઓ બતાવી શકાય છે. તેમાં દર્શકોના મનોરંજન માટે ઘણું બધું હશે. આ એકદમ નવી વાર્તા અને નવો અધ્યાય હશે.












Click it and Unblock the Notifications
