બિગ બૉસના નવા પાડોસણ તો આયટમ છે !

મુંબઈ, 23 નવેમ્બર : બિગ બૉસે પોતાના શોની ટીઆરપી વધારવા અનેક અફવા ફેલાવી. પહેલા કહેવાયું કે પોર્ન સ્ટાર પ્રિયા રાય શોમાં આવનાર છે, પરંતુ પછી તે સમાચાર અફવા સાબિત થયાં. હવે સમાચાર છે કે બૉલીવુડના જાણીતા આયટમ ગર્લ રાખી સાવંત આ શોમાં એન્ટ્રી કરવાનાં છે. રાખી સાવંત અગાઉ પણ બિગ બૉસના ઘરના સભ્ય બની ચુક્યાં છે અને આ વર્ષે ફરી એક વાર તેઓ ઘરના લોકોનું મનોરંજન કરવા એન્ટ્રી મારશે.

Rakhi Sawant

રાખી સાવંત બિગ બૉસ 5ના મુખ્ય ઘરમાં નહિં, પણ બિગ બૉસના પાડોસી ઘરમાં પ્રવેશ કરશે કે જેને ટિપિકલ રાજસ્થાની જીવનશૈલી તરીકે બનાવાયું છે. ત્યાં મુખ્ય ઘરની જેમ સગવડો તો ઉપલબ્ધ નથી, પરંતુ માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી છે. આ પાડોસી ઘરમાં સૌપ્રથમ ઇમામ સિદ્ધીની એન્ટ્રી થઈ હતી. ઇમામ સાથે બિગ બૉસના ઘરમાંથી હાંકી કઢાયેલ દિનેશ યાદવ અને આશકા પણ તેમાં દેખાયાં.

ઇમામને તેમના દુર્વ્યવહારના કારણે બિગ બૉસના ઘરમાંથી હાંકી કઢાયાં અને હવે ઇમામની જગ્યા ભરવા બિગ બૉસ આયટમ ગર્લ રાખી સાવંતને બોલાવી રહ્યાં છે. રાખી તો બિગ બૉસના ઘરમાં રહેવા જઈ રહ્યાં છે, પરંતુ બિગ બૉસ શોના વધુ એક સ્પેશિયલ મહેમાન બનવા આવી રહ્યાં છે રાજીવ ખંડેલવાલ. રાજીવ પોતાની આવનાર ફિલ્મ ટેબલ નં. 21ને પ્રમોટ કરવા બિગ બૉસના શોમાં આવશે.

હાલ બિગ બૉસના દર્શકો માટે મોટી ખુશીની વાત એ છે કે રાખી આ શોમાં આવી રહ્યાં છે. હવે રાખી આવતાં કઈંકતો મજા પડશે જ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X