Pics : રેખાને ભેંટી Emotional થઈ ગયો કપિલ, જન્મ દિવસની ઉજવણી કરાઈ!
મુંબઈ, 8 ઑક્ટોબર : આજકાલ જાણે કોઈ પણ ફિલ્મનું પ્રમોશન જ્યાં સુધી કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં ન થાય, ત્યાં સુધી પ્રમોશન પૂરૂ નથી થતું. તેથી જ તો નવોદિત કલાકારોથી લઈ બિગ બી અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો પણ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે કપિલ શર્મા સંચાલિત આ શોની પસંદગી કરે છે. હવે જ્યારે અમિતાભ પોતાની ફિલ્મનું પ્રમોશન કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં કરે, તો રેખા કેમ રહી જાય. એટલે જ તો રેખા પોતાની આગામી ફિલ્મ સુપર નાનીના પ્રમોશન માટે કપિલના શોમાં પહોંચ્યા.
રેખાએ કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં પગ શુ મૂક્યાં, કપિલ શર્મા તો ઘેલા-ઘેલા થઈ ગયાં. કપિલ શર્મા સાતમા આસમાને પહોંચી ગયાં. રેખાને જોઈ અત્યંત નર્વસ કપિલની ધડકનો તે વખતે ઓર વધી ગઈ કે જ્યારે રેખા તેમને ભેંટી પડ્યાં.
હંમેશ મુજબ ખૂબ જ સુંદર દેખાઈ રહેલા રેખા કૉમેડી... ના મંચ પર પણ ખૂબજ હસીન ભાસતા હતાં. તેમણે કપિલ શર્મા અને તેમની મૅડ ફૅમિલી સાથે મન મૂકીને ધમાલ કરી. કપિલ અને તેમની ફૅમિલીએ રેખાના આગમનની ધામધૂમપૂર્વક ઉજવણી કરી. આ ઉજવણીમાં તે વખતે ચાર ચાંદ લાગી ગયાં કે જ્યારે કપિલ શર્માએ પોતાના શોના મંચ પર રેખાના જન્મ દિવસની કેક રેખાના હાથે જ કપાવડાવી.
નોંધનીય છે કે રેખા બે દિવસ બાદ 60 વર્ષના થવાના છે. આગામી 10મી ઑક્ટોબરે તેમનો 60મો જન્મ દિવસ છે અને ટુંકમાં જ તેઓ સુપર નાની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તેમની સાથે શરમન જોશી અને અનુપમ ખેર પણ લીડ રોલમાં છે. સુપર નાની 31મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.
ચાલો તસવીરોમાં જોઇએ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં રેખા અને કપિલની ધૂમ :

કપિલ-રેખા
કપિલ શર્માની ખુશીનુ ઠેકાણુ ન રહ્યું કે જ્યારે બૉલીવુડ દિવા રેખાએ તેમને ગળે લગાડ્યાં.

લાગણીશીલ કપિલ
રેખા આગળ કપિલ પોતાના ઇમોશન્સ રોકી ન શક્યાં અને લાગણીશીલ બની ગયાં.

જુગલબંદી
રેખા-કપિલે મંચ ઉપર હાસ્યની પળો માણી અને સાથે ગીત પણ ગાયું.

રેખા-દાદી
દાદી તો દરેકને કિસ કરે છે. રેખા કઈ રીતે બાકી રહેત, પણ આ વખતે દાદીએ ગાલે નહીં, પણ રેખાના હાથે કિસ કરી.

રેખા-દાદી
દાદીને રેખાએ ગળે લગાડી, તો દાદીની શકલ જોવા જેવી હતી.

રેખા-રણધીર
રેખા સાથે રણધીર કપૂર પણ શો પર આવ્યા હતાં કે જેમની સાથે દાદીએ ખૂબ મસ્તી કરી.

રેખા-રણધીર
રેખા-રણધીરે ફ્લર્ટ કરવાની કોઈ તક ન છોડી.

રણધીર-બુઆ
રણધીરને ઇમ્પ્રેસ કરવા બુઆએ મુમતાઝનો લુક ધર્યો.

બર્થ ડે કેક
કપિલ અને તેમની ફૅમિલીએ રેખાના આગમનની મન મૂકીને ઉજવણી કરી અને આ પ્રસંગે રેખાના જન્મ દિવસની કેક પણ રેખાના હાથે જ કપાવવામાં આવી.

ખુશખુશાલ કપિલ
રેખાનું આગમન થતા જ કપિલ ખુશ અને ઘેલા થઈ ગયાં.

ઝંજીરને પણ વહાલ
રેખાએ કપિલના મિત્ર ઝંજીરને પણ ખૂબ વહાલ કર્યું. આ તસવીર કપિલે ટ્વિટર પર પોસ્ટ કરી છે.

પલક-ગુત્થી
રેખાને ખુશ કરવા પલક અને ગુત્થીએ તમામ પ્રયત્નો કર્યા, પણ તેઓ નિષ્ફળ રહ્યાં.

પલક-ગુત્થી
પલ-ગુત્થીએ રેખા માટે ડાન્સ પણ કર્યો.

રેખા-મંજૂ
રેખાને મળવા માટે મંજૂએ સલામ એ ઇશ્ક લુક અપનાવ્યો.












Click it and Unblock the Notifications
