‘પુનર્વિવાહ એક નઈ ઉમ્મીદ’નું શૂટિંગ ટુંકમાં શરૂ થશે
મુંબઈ, 14 મે : ઝી ટીવીની લોકપ્રિય સીરિયલ પુનર્વિવાહના નિર્માતા નવા કલાકારો અને નવા શીર્ષક પુનર્વિવાહ એક નઈ ઉમ્મીદ કે સાથ શીર્ષક હેઠળ નવેસરથી સીરિયલ શરૂ કરવા જઈ રહ્યાં છે. નવી આવૃત્તિમાં અભિનેત્રી રૂબીના દિલાઇક તથા અભિનેતા કરણ ગ્રોવર મુખ્ય ભૂમિકા ભજવશે, પરંતુ નવી વાર્તા પણ વૈવાહિક સંબંધો અંગે જ છે.
હાલમાં પુનર્વિવાહ સીરિયલમાં ચાલતી વાર્તાના મુખ્ય પાત્રો યશ (ગુરમીત ચૌધરી) તથા આરતી (કૃતિકા સેંગર)ની કહાણી સમાપ્તિ તરફ છે. તેવામાં સીરિયલના નિર્માતા હવે રૂબીના દિલાઇક, કરણ ગ્રોવર તથા સૃષ્ટિ રોડ સાથે નવી કહાણી શરૂ કરવા જઈ રહ્યાં છે. નવી વાર્તા દિવ્યા (રૂબીના)ની છે કે જે એક ટેલીવિઝન અભિનેત્રી છે અને કૅરિયર માટે પોતાના અંગત જીવનની અવગણના કરે છે. રાજ (કરણ) જીવનથી હતાશ યુવાન છે કે જેણે પરિવારની મરજીથી સરિતા (સૃષ્ટિ) સાથે લગ્ન કર્યાં, પણ ટકાવી ન શક્યો. નવી સીરિયલ પુનર્વિવાહ એક નયી ઉમ્મીદનું પ્રસારણ 20મી મેથી ઝી ટીવીએ શરૂ થશે.













Click it and Unblock the Notifications
