Pics : નેગેટિવ રોલ સાથે નાના પડદે કમબૅક કરશે રુચા

મુંબઈ, 3 ઑગસ્ટ : ટેલીવિઝન અભિનેત્રી રુચા ગુજરાતી દો દિલ બંધે એક ડોરી શ્રેણીમાં નકારાત્મક ભૂમિકા સાથે નાના પડદે કમબૅક કરી રહ્યાં છે. રુચા સીરિયલમાં મુખ્ય મહિલા પાત્રના ખતરનાક ઓરમાન બહેનનો રોલ કરવાના છે. રુચાનું કહેવું છે કે તેઓ પ્રથમ વાર આ પ્રકારનો રોલ કરી રહ્યાં છે.

રુચાએ દો દિલ બંધે એક ડોરી સે શોના ઉદ્ઘાટાટન પ્રસંગે જણાવ્યું - હું શોમાં મહિમા નામનું પાત્ર ભજવી રહ્યું છે કે જે બહુ ચબરાક છે. તે નિર્ણય ક્ષમતા ધરાવે છે. તેને ખબર છે કે કઈ રીતે તેણે પોતાનું કામ કરવું છે. મુખ્યત્વે આ નકારાત્મક પાત્ર છે. મેં અત્યાર સુધી એવો રોલ કર્યો નથી.

તેમણે જણાવ્યું - આ રોલ મારા પડકારજનક અનુભવ હશે. મને જુદા પ્રકારની લાગણીઓ દર્શાવવાની તક મળી છે. આ અગાઉ મેં સારી ભાભી તથા સીધી-સાદી અને ભોળી છોકરીની ભૂમિકા ભજવી છે. તેથી આ મારા માટે આકર્ષક તક છે અને હું તેમાં પોતાનું સો ટકા આપીશ.

આવો તસવીરો સાથે જાણીએ દો દિલ બંધે એક ડોરી સે અંગે વધુ વિગતો :

સાસ બિના સસુરાલમાં રુચા

સાસ બિના સસુરાલમાં રુચા

રુચાએ અગાઉ ટેલીવિઝન કાર્યક્રમ સાસ બિના સસુરાલમાં નેગેટિવ રોલ કર્યો હતો, પણ તેઓ થોડાંક જ એપિસોડમાં હતાં.

વિકાસ સેઠીને ઑપોઝિટ

વિકાસ સેઠીને ઑપોઝિટ

દો દિલ બંધે એક ડોરી સે સીરિયલમાં રુચા સાથે જોડી બનાવશે વિકાસ સેઠી.

મુખ્ય અભિનેતા અરહાન

મુખ્ય અભિનેતા અરહાન

પ્રતિજ્ઞાના અરહાન બહેલ દો દિલ બંધે એક ડોરી સે શોમાં મુખ્ય પુરુષ કલાકાર તરીકે નજરે પડશે

માનસી મુખ્ય અભિનેત્રી

માનસી મુખ્ય અભિનેત્રી

પ્રતિજ્ઞા કાર્યક્રમ દ્વારા નાના પડદે પોતાનું કૅરિયર શરૂ કરનાર માનસી શ્રીવાસ્તવ મુખ્ય મહિલા કૅરેક્ટર ભજવશે.

12મી ઑગસ્ટથી શરુઆત

12મી ઑગસ્ટથી શરુઆત

દો દિલ બંધે એક ડોરી સે સીરિયલ ઝી ટીવી ઉપર આગામી 12મી ઑગસ્ટથી પ્રસારિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X