khdjlj : સાંચીના સૌંદર્ય સામે ડીવી નતમસ્તક
મુંબઈ, 12 નવેમ્બર : સોની ટીવીના પૉપ્યુલર શો કહતા હૈ દિલ જી લે જરા આજકાલ ટીઆરપી ચાર્ટ પર ખૂબ આગળ છે. શોમાં એક 34 વર્ષીય મહિલા સાચીને પોતાના કરતા 7 વર્ષ નાના યુવાન ધ્રુવ એટલે કે ડીવી સાથે પ્રેમ થઈ જાય છે. સંબંધો અને પ્રેમના આ તાણા-વાણાને શોમાં અભિનેત્રી સંગીતા ઘોષ તેમજ રુસલાન મુમતાઝ ભજવી રહ્યાં છે. શોને લોકો ખૂબ જ રસપૂર્વક જોઈ રહ્યાં છે લોકો સાચી તેમજ ડીવીની લવ-લાઇફ અંગે જાણવા આતુર છે, તો બીજી બાજુ શોના હીરો ડીવી ઉર્ફે રુસલાન મુમતાઝે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

તેમણે જણાવ્યું - પરંતુ આ અંતર પણ માત્ર લોકોને બતાવવા માટે જ છે. એક અભિનેતા તરીકે મને આ બાબત બિલ્કુલ હેરાન નથી કરતી. સંગીતાજી બહુ સુંદર છે. તેથી મારે વધુ મહેનત નથી કરવી પડતી. નોંધનીય છે કે રોમાંટિક ફિલ્મ એમપી3 મેરા પહલા પહલા પ્યાર દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રુસલાન મુમતાઝ અભિનેત્રી અંજના મુમતાઝના પુત્ર છે.












Click it and Unblock the Notifications
