Bigg Boss 8 : સલમાનની B'day ગિફ્ટ, આ અઠવાડિયે No Elimination
મુંબઈ, 30 ડિસેમ્બર : બિગ બૉસ 8 શોના સ્પર્ધકોને સલમાન ખાનના જન્મ દિવસે એક ગિફ્ટ મળી અને તે ગિફ્ટ એ હતી કે આ અઠવાડિયે કોઈને ઘરની બહાર નહીં કાઢવામાં આવે. જોકે સલમાને ઘરની અંદર જઈ સોનાલી રાઉતને જણાવ્યું કે તેઓ તેમની સાથે બહાર જવાના છે, પરંતુ દરવાજા નજીક પહોંચી સલમાન ખાન બોલ્યાં કે આ અઠવાડિયે કોઈ ઘરમાંથી બહાર નહીં જાય. આ સાંભળી ઘરના સૌ સભ્યો ખુશ થઈ ગયાં.
પરંતુ સલમાન ખાને જ્યારે એમ માહિતી આપી કે જે લોકો નૉમિનેટેડ હતાં, તે જ લોકો આ અઠવાડિયે પણ નૉમિનેટેડ રહેશે, કારણ કે આ અઠવાડિયે કોઈ કોઈને વોટ નહીં કરે. આ સાંભળી ઘરના લોકોને એક આંચકો લાગ્યો એટલે કે તેમના માથે લટકેલી નૉમિનેશનની તલવાર હજીય લટકેલી જ છે. જે લોકોને સલમાને રવિવારે સલામત બતાવ્યા હતાં, તે લોકો હકીકતમાં સલામત નથી. સલમાને ઘરની અંદર જઈ સ્પર્ધકો સાથે પોતાના જન્મ દિવસનું કેક કાપ્યું ને કરિશ્માની મજાક પણ ઉડાવી.
ચાલો જોઇએ બીજા કયા-કયા સરપ્રાઇઝ મળ્યાં બિગ બૉસ 8ના સ્પર્ધકોને :

એન્ટ્રી
સલમાન ખાન પહેલા તો ટીવી વડે બિગ બૉસ 8ના સ્પર્ધકોને મળ્યાં અને તેમની સાથે મસ્તી કરી. પછી તેઓ ઘરમાં એન્ટ્રી કરી ગયાં.

કરિશ્માને સવાલ
સલમાને કરિશ્માને કેટલાક જીકેના સવાલ પૂછ્યાં કે જેના જવાબ કરિશ્મા આપી ન શક્યાં.

સોનાલીને દરવાજે સુધી
સલમાને કહ્યું કે સોનાલી આજે ઘરની બહાર જઈ રહ્યાં છે. જોકે દરવાજે સુધી લઈ જઈ સલમાને કહ્યું કે તેઓ પોતાનો જન્મ દિવસ ઉજવવા અંદર આવ્યા હતાં અને કોઈને લઈને બહાર જાય, તે સારૂં નથી લાગતું. તેથી આ અઠવાડિયે કોઈ ઘરની બહાર નહીં જાય.

બર્થ ડે કેક
આ પછી સોનાલી સ્ટોર રૂમમાંથી કેક લઈ આવ્યાં અને સલમાને કેક કાપ્યું. સૌએ સલમાનને કેક ખવડાવ્યું તથા તેમના માટે ગીત પણ ગાયું.

એજાઝની એન્ટ્રી
ઘરના લોકોને વધુ એક આંચકો ત્યારે લાગ્યો કે જ્યારે બિગ બૉસ 7ના સ્પર્ધક એજાઝ ખાને બિગ બૉસ 8માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી. એજાઝે ગત સીઝન દરમિયાન ઘરના સભ્યો તથા દર્શકોને પોતાની મસ્તી ભરી હરકતોથી ખૂબ એંટરટેન કર્યા હતાં અને આ વખતે પણ તેઓ પૂરી તૈયારી સાથે આવ્યાં છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
